દિવાળી પર ઉર્ફી જાવેદે કર્યું કંઈક આવું, યુઝર્સે કહ્યું- ‘કંઇ પણ હોય દિલની સારી હૈ’

ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર તેના કપડાને લઈને ચર્ચામાં રહે છે. તે તેના બોલ્ડ લુકના કારણે તેને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે. મંગળવારે ઉર્ફી ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. તેણે પર્પલ કલરનો ઓફ શોલ્ડર કુર્તો પહેર્યો હતો અને તેની ઉપર નેટ દુપટ્ટો હતો. ઉર્ફીએ ત્યાં હાજર ફોટોગ્રાફર્સને મીઠાઈઓ વહેંચી.

ઉર્ફીએ જણાવ્યું કે, તેમની તબિયત સારી નથી અને તેમને ટાઈફોઈડ થઈ ગયો છે. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. ઉર્ફી વધુમાં કહે છે કે તે હવે સારી છે. ફોટોગ્રાફરને મીઠાઈઓ વહેંચ્યા પછી, એક મહિલા તેની પાસે આવે છે અને પૈસા માંગે છે. ઉર્ફીએ મહિલાને પૈસા આપ્યા અને મીઠાઈનો ડબ્બો પણ આપ્યો.તે પછી તે કારમાં બેસી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

વીડિયો પર એક યુઝરે કમેન્ટ કરી કે, ગમે તે થાય પણ તેનું દિલ ઘણું સારું છે. એકે કહ્યું, લોકો ગમે તે કહે, પણ જે સાચું છે તે સત્ય છે. તેનું દિલ સારું છે. એકે લખ્યું, છોકરી દિલથી સારી છે. અગાઉ ઉર્ફીએ દિવાળી પર સેમી ન્યૂડ વીડિયો પોસ્ટ કર્યો હતો. તેણે માત્ર સ્કર્ટ પહેર્યું હતું અને આગળનો ભાગ હાથથી ઢાંક્યો હતો. વીડિયોમાં ઉર્ફી લાડુ ખાતા જોવા મળી રહી છે. આ વીડિયોને કારણે તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી.

Scroll to Top