સરકારી શાળાઓમાં તાત્કાલિક સુરક્ષા મૂદ્દે પગલાં ભરવાની જરૂર છે: રાકેશ હિરપરા

rakesh hirapara

આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પરિષદ ના સદસ્ય અને સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ હિરપરા એ એક મહત્વપૂર્ણ ઘટના વિશે માહિતી આપતા જણાવ્યું કે, ગઈકાલે આપણે સૌ એ ગુરુપૂર્ણિમા નો પવિત્ર તહેવાર મનાવ્યો, પરંતુ ભાજપ ની બેદરકારીના કારણે શિક્ષણ જગત સાથે જોડાયેલી વ્યક્તિ ની નિંદનીય ઘટના સામે આવી છે, જેમાં ખુબ જ ક્રૂરતા થી સરકારી શાળામાં વિદ્યાર્થીઓ નું શોષણ કરવામાં આવી રહ્યું છે.

રાકેશ હિરપરા એ મીડિયા ને બે વિડિઓ બતાવી પાક્કા પુરાવા આપ્યા, પહેલા વિડીઓમાં સાફ-સાફ જોઈ શકાય છે કે આચાર્ય ની સામે જ આચાર્ય ની ઓફિસ માં એક બાળક ને નિવસ્ત્ર કરીને માર મારવામાં આવી રહ્યો છે અને તેના પર અત્યાચાર કરી તેનું શોષણ પણ કરવામાં આવી રહ્યું છે. આ વિડિઓ માં પોતે આચાર્ય અને સમિતિનો યુનિફોર્મ પણ જોઈ શકાય છે. બીજા વિડિઓ માં પણ બળજબરીપૂર્વક એક વિદ્યાર્થીની નું શોષણ કરવામાં આવી રહ્યું છે. બંને વિડીઓમાં આચાર્ય ની ઓળખાણ વીડિયોમાં દેખાતી વ્યક્તિ ની હાથ ની વીંટીઓ દ્વારા સાબિત થાય છે.

રાકેશ હિરપરા એ આગળ જણાવ્યું કે ગઈકાલે અજાણ્યા નંબરથી એક વાલીનો ફોન આવ્યો હતો. તેમણે આખી ઘટના વિશે જણાવ્યું અને પેનડ્રાઈવમાં પુરાવા પણ આપ્યા. વાલીએ આ પુરાવા સૌથી પહેલા 3 મહિના પહેલા ભાજપના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બેઠેલા શાસકો ને આપ્યા હતા પરંતુ તેમના દ્વારા કોઈ પણ કાર્યવાહી નહી કરતા, આગળ તેમણે તે પુરાવા મેયર ને આપ્યા પણ ત્યાંથી એ કંઈ કાર્યવાહી ન થઇ, ત્યારબાદ વાલીઓએ તે પુરાવા ગાંધીનગર સુધી શિક્ષણ મંત્રાલય માં પણ આપ્યા છતાંય કંઈ કાર્યવાહી ન થતા, છેલ્લે તેમણે કમલમ ના નેતાઓનો પણ સંપર્ક કર્યો, ત્યાંથી એ વ્યવસ્થિત ઉત્તર ના મળતા વાલી એ આમ આદમી પાર્ટી નો સંપર્ક કર્યો.

આ બધા દરમિયાન વાલીને ધમકીઓ પણ આપવામાં આવી છે એટલે તે બધાની સામે આવવા માંગતા નથી. ભૂતકાળમાં આ શાળા ની સુરક્ષા માટે ઘણા બધા મુદ્દા ઉઠેલા છે પણ ક્યારેય સરકારે ધ્યાન આપ્યું નથી. શાળામાં માત્ર ચાર જ CCTV કેમેરા છે જે એવી રીતે લગાવેલા છે જેમાં આચાર્ય પોતાના ધંધા ચાલુ રાખી શકે. આ બધી પ્રવૃત્તિઓ આચાર્ય દ્વારા શાળા ના સમય પછી કરવામાં આવેલ છે. આ ઘટના સંપૂર્ણ શિક્ષકો અને આચાર્ય ના વ્યવસાય ઉપર કલંક છે, જેના કારણે ઘણા ઈમાનદાર આચાર્યો અને શિક્ષકો પણ દુઃખી છે અને તેમની પણ માંગ છે કે આવા વ્યક્તિ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે.

દુઃખ ની વાત છે કે 3 મહિના થી ભાજપ ના શાસકો ને આ ઘટના વિષે જાણ હોવા છતાંય તેમને કોઈ પગલાં ભર્યા નહિ, ભાજપની બેદરકારી ના કારણે શાળાઓમાં બાળકો અને વાલીઓને આવા શોષણનું ભોગ બનવું પડે છે. આમ આદમી પાર્ટી ની માંગ છે કે આવી વિકૃત માનસિકતા વાળા વ્યક્તિ ને શિક્ષણ જગત સાથે જોડાઈ રહેવાનો કોઈ અધિકાર નથી, તેના વિરુદ્ધ તાત્કાલિક પોલીસ કાર્યવાહી થવી જોઈએ, ફોજદારી કાર્યવાહી થવી જોઈએ, તાત્કાલિક ધોરણે તેને સજા આપવા પગલાં ભરવા જોઈએ.

ત્યારબાદ આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા ધર્મેશભાઈ ભંડેરીએ મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, આમ આદમી પાર્ટી એ ઘણી વાર માંગ કરેલી છે, અવાર-નવાર રજૂઆત કરેલી છે કે સરકારી શાળાઓ માં CCTV કેમેરા લગાવવા જોઈએ, જેનાથી સુરક્ષા સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવી શકે. ટૂંક સમય પહેલા જ સુરત ની મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સરકારી શાળામાં આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય પરિષદ ના સદસ્ય અને સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ હિરપરા એ નશાનું સેવન કરતા અસામાજિક તત્વો વિરુદ્ધ પણ રજૂઆત કરી હતી. CCTV કેમેરા જો દરેક સરકારી શાળાઓ માં લાગી જાય તો ઘણી બધી અઘટિત ઘટનાઓ આપણે રોકી શકીએ છીએ. CCTV કેમેરા ન હોવાને કારણે આવા અસામાજિક તત્વો ને છૂટો દોર મળી જતો હોય છે.

Scroll to Top