કોરોના સંક્રમણની બીજી લહેરે સમગ્ર દેશને પોતાની ચપેટમાં લઈ લીધો છે. દરેક હોસ્પિટલ, દરેક શહેર અને દરેક ગલીમાં આ મહામારી સામે લોકો લડી રહ્યા છે. મુશ્કેલીના સમયમાં દરેક લોકો પોતાના પોતાની તરફથી સંક્રમિત લોકોની મદદ કરી રહ્યા છે.
સ્ટાર કપલ દેબીના બેનરજી અને ગુરમીત ચૌધરીએ પણ આ સમયમાં મહાદાન કર્યું છે. તાજેતરમાં કોવિડ-19 સંક્રમણને હરાવી સ્વસ્થ થનાર દેબીના અને ગુરમીતે કોરોનાના દર્દીઓની મદદ માટે પ્લાઝમા ડોનેટ કર્યું છે. દેબીના અને ગુરમીતના આ સાહસી પગલાંની દરેક તરફ વાહવાહી થઈ રહી છે. સોશિયલ મીડિયામાં લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.
તમને જણાવી દાઈએ કે, દેબીના બેનર્જીએ તાજેતરમાં તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે પ્લાઝમા ડોનેટ કરતાં નજર આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, દેબીના અને ગુરમીત થોડા દિવસ પહેલા કોવિડ પોઝિટિવ હતા પરંતુ બંને કોરોના સામે જંગ જીતીને સ્વસ્થ થયા છે અને હવે તે બીજાની મદદ કરવા માટે સામે આવ્યા છે.
દેબીના ઘણીવાર પોતાને સ્વસ્થ રાખવા એક સ્વચ્છ પૌષ્ટિક આહાર લેવાનો અને સંતુલિત જીવન શૈલી બનાવી રાખવાના મહત્વ વિશે ભરપૂર માહિતી શેર કરતી હોય છે. તે ઇન્સ્ટાગ્રામ પર પણ બધા લોકોને આગ્રહ કરે છે કે, બધા લોકો આગળ આવો અને પોતાનું પ્લાઝમા ડોનેટ કરો. કારણ કે તે એ લોકોના જીવનને બચાવવા માટે મદદ કરી શકે છે, જેઓ વર્તમાનમાં કોવિડ-19 સામે લડી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, દેબીના અને ગુરમીત ટેલિવુડના ફેમસ સ્ટાર્સ છે, ગુરમીત કેટલીક ફિલ્મો પણ કરી ચૂક્યા છે. એટલું જ નહિ બંને સોશિયલ મીડિયા પર પણ વધારે એક્ટિવ રહે છે અને ઘણીવાર તેમના શેર કરતાં હોય છે. તાજેતરમાં દેબીનાએ ઘર પર બર્થડે સેલિબ્રેટ કરતો એક વિડીયો શેર કર્યો હતો જેમાં તે ઘણી બધી કેકની વચ્ચે બેઠી હતી.