અમેરિકાની કોર્ટે ભારતીય મૂળના અમિત પટેલને ‘ઈન્ટરનેશનલ પેરેંટલ અપહરણ’ માટે દોષિત ઠેરવ્યા

અમેરિકાની એક અદાલતે ભારતીય-અમેરિકન અમિત કુમાર કનુભાઈ પટેલને તેના યુએસમાં જન્મેલા બાળકને ભારત લઈ જવા અને પછી તેને યુએસમાં તેની માતા પાસે પરત ન લાવવા બદલ ‘આંતરરાષ્ટ્રીય પેરેંટલ અપહરણ’ માટે દોષિત ઠેરવ્યો છે.

ગયા અઠવાડિયે ન્યુ જર્સીની કેમડેન ફેડરલ કોર્ટમાં યુએસ ડિસ્ટ્રિક્ટ જજ રેની મેરી બેમ્બ દ્વારા પાંચ દિવસની ટ્રાયલ બાદ વડોદરાના અમિત પટેલને ‘આંતરરાષ્ટ્રીય પેરેંટલ અપહરણ’ માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. પટેલ અગાઉ એડિસન, ન્યુ જર્સીમાં રહેતા હતા. તેને મહત્તમ ત્રણ વર્ષની જેલની સજા અને $2.5 મિલિયનનો દંડ થઈ શકે છે. આ કેસમાં પટેલને આ વર્ષે નવેમ્બરમાં સજા સંભળાવવામાં આવશે. યુએસ એટર્ની ફિલિપ સેલિન્ગરે જણાવ્યું હતું કે પટેલને બાળકનું અપહરણ કરવા, બાળકની માતાના અધિકારોમાં અવરોધ ઉભો કરવા અને બાળકને અમેરિકા પરત લાવવામાં નિષ્ફળ રહેવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો.

પટેલે બાળકની માતા સાથે લગ્ન કર્યા ન હતા

બાળકની માતા અને પટેલ ઓગસ્ટ 2015 થી જુલાઈ 2017 સુધી ન્યુ જર્સીમાં સાથે રહેતા હતા. બંનેએ લગ્ન કર્યા ન હતા. નવેમ્બર 2016માં તેમને એક છોકરો થયો હતો. પટેલ જુલાઈ 2017માં બાળકને ભારત લઈ ગયા હતા અને માતાને ફોન કર્યો હતો કે તે બાળકને ક્યારેય અમેરિકા નહીં લાવે. બાળકની માતાએ કાયદાકીય સલાહ લીધી અને કોર્ટમાં અરજી કરી. ઓક્ટોબર 2020 માં પટેલ અને બાળક યુકે ગયા જ્યાં યુએસની વિનંતી પર પટેલની ધરપકડ કરવામાં આવી હતી.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો