ગણેશ પૂજામાં કરો આ 5 વસ્તુઓનો ખાસ ઉપયોગ, ગણપતિ ને અતિપ્રિય છે આ – જાણો તેના વિશે

ગણપતિની પૂજામાં કરો આ વસ્તુઓનો ઉપયોગ: ગણેશચતુર્થી નો ઉત્સવ ભારત માં દર વર્ષે ધામ ધૂમ થી મનાવવામાં આવે છે અને 10 દિવસ સુધી ગણેશજી ની પૂજા આરતી કરવામાં આવે છે. ગણેશચતુર્થી આપને ત્યા ખૂબ મહત્વ છે.

કોઈ પણ શુભ કાર્યની શરૂઆત સૌથી પહેલા ગણપતિની સ્તુતિ સાથે કરવામાં આવે છે. ગણપતિની પૂજામાં કેટલીક વસ્તુઓનું ખાસ મહત્વ હોય છે, જેના વિના ગણેશ પૂજન અધૂરું માનવામાં આવે છે. 2 સપ્ટેમ્બરએ ગુરુવારે ગણેશ ચતુર્થીનો ઉત્સવ શરૂ થઈ રહ્યો છે.

એવામાં અમે તમને એવી થોડી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ, જેને પૂજામાં રોજ ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે અને પૂજા માં ઉપયોગ કરવા પહેલા તમારા ઘર ને સાફ કરી ને પછી સ્નાન કરવું આ ક્રિયા પછી જ તમારે પૂજા માં આ સામગ્રી નો ઉપયોગ કરવો.

મોદક:

ભગવાન ગણેશને લંબોદર પણ કહેવામાં આવે છે અને તેમને ભોગમાં મિષ્ઠાન શામેલ કરવું ખૂબ જ જરૂરી છે. મિષ્ઠાનમાં પણ ભગવાનને મોદક અતિ પ્રિય છે. રોજ મોદકનો ભોગ ગણપતિને જરૂર ધરાવો.

ધરો ઘાસ:

ગણેશજીને ધરો ઘાસ પુષ્પોથી પણ વધારે પ્રિય છે. પૂજાના સમયે જ તાજો ધરો તોડીને ભગવાનને અર્પિત કરો. 3 અથવા 5 ફણગાવાળો ધરો જોઈને ચઢાવો.

ગલગોટાના ફૂલો:

ફૂલોમાં ભગવાનને ગલગોટાના ફૂલો સૌથી વધારે પસંદ છે. જો તમે ગણેશ ચતુર્થી પર મૂર્તિ સ્થાપિત કરવા જઈ રહ્યા છો તો રોજ ભગવાનને ગલગોટના ફૂલોથી બનેલી માળા ચઢાવો અને પૂજા આરતી કરો.

કેળા:

ભગવાનને ફળોમાં સૌથી વધુ પ્રિય કેળા છે. ધ્યાન રહે કે કેળા હંમેશા જોડીમાં જ ચઢાવવા જોઈએ. કેળાનું એક ફળ પૂર્ણ માનવામાં નથી આવતું તેથી હંમેશા ભગવાન ગણેશજી ને કેળાં જોડી માં જ ચડાવવા જોઇએ.

શંખ:

ગણેશજીના ચાર હાથોમાંખી એકમાં તેમણે શંખ ધારણ કરેલો છે. ગણેશજીની પૂજામાં શંખ વગાડવો ખૂબ જ જરૂરી છે. આથી તેમની આરતી સમયે શંખની ધ્વનિનો પ્રયોગ કરવામાં આવે છે.

લાલ ચંદન:

ગણેશજી ને લાલ ચંદન ચડાવવું શુભ માનવામાં આવે છે કારણ કે ભગવાન ગણેશજી ને લાલ રંગ અતિ પ્રિય છે.

અત્તર અને અગરબત્તી:

ભગવાન ગણેશજી ને અત્તર ચડાવવું પણ શુભ માનવામાં આવે છે અને ગણેશજી ની મૂર્તિ સામે રોજ અગરબત્તી ચડાવવી જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top