ઉત્તરપ્રદેશમાં વધી રહેલી ગુનાખોરી કોઈ મોટી વાત નથી.પરંતુ હવે તો અહીયા એવી ગુનાખોરીઓ સામે આવી રહી છે. જે સાંભળીને તમારા રૂવાટા ઉભા થઈ જશે. આ વાત અમે એટલા માટે કહી રહ્યા છે. કારણકે ઉત્તરપ્રદેશના રમપુર વિસ્તારમાં એક પતિએ તેની પત્ની સાથે ન કરવા જેવું કરી નાખ્યું. અને પોલીસને પણ જ્યારે આ મામલે ખબર પડી હતી ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી.
અહીયા એક પતીએ તેની ગર્ભવતી પત્નીના ગુપ્તાંગને તાંબાના તારથી સીવી કાઢ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસને જાણ થતા પોલીસે તરત આરોપી પતિની શોધખોળ હાથ ધરી અને ગણતરીના સમયમાં પોલીસે આરોપી પતિને ઝડપી પાડ્યો હતો.
જોકે પત્નીની હાલત ખુબજ ગંભીર થઈ ગઈ હતી. જેથી તેને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે આરોપી પતિની પૂછપરછ કરી ત્યારે સામે આવ્યું કે તેને શંકા હતી કે તેની પત્નીના અંન્ય પુરુષ સાથે આડાસંબંધો છે. અને આડાસંબંધની શંકામાં તેણે આ પગલું ભર્યું હતું.
બનાવના દિવસે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. અને તેણે કાયમની જેમ શંકાને સ્થાન આપીને પત્ની સાથે મારપીટ કરી હતી. અને મારપીટ કરીને તેને તેની પત્નીને પહેલા ઘાયલ કરી. અને બાદમાં તેના ગુપ્તાંગને તેણે તાંબાના તારથી સીવી કાઢ્યો હતો. તે સમયે પીડિતાની હાલત એવી થઈ ગઈ હતી કે ન તો તે કોઈને કહી શકે ન તો સહી શકે
આ મામલે પીડિતાએ તેના પણ પોલીસ સમક્ષ કહ્યું કે તેના પતિએ શંકાની આડમાં આં કૃત્યું કર્યું છે. તેનો પતિ કોઈની સાથે વાતચીત પણ નહોતો કરવા દેતો. અને લગ્નના 2 વર્ષમાં તેમની વચ્ચે અવાર નવાર આ વાતને લઈને ઝઘડા થતા હતા. અનેક વખત પત્નીએ તેને સમજાવ્યો હતો પરંતુ તે ના સમજ્યો.
છેલ્લે કંટાળીને પત્ની પોલીસમાં તેના હેવાન પતિ સામે ફરિયાદ નોંધાવી છે. જોકે આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ પોલીસ દ્વારા પણ એં કહેવામાં આવ્યું કે મહિલાએ પહેલા પણ પોલીસને કહ્યું હતું કે તેનો પતિ તેને મારે છે. પરંતુ આ વખતે તેણે હેવાનિયતની તમામ હદો વટાવી દીધી. જેના કારણે પોલીસે પત્નીને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. અને પતિને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો