તિરંગા યાત્રામાં મફત પેટ્રોલ લઈને થયો હોબાળો, ભાજપના કાર્યકર્તાઓ અને લોકો સામસામે આવી ગયા, વિડીયો થયો વાયરલ

ઉત્તર પ્રદેશથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાંથી ઘટના સામે આવી છે. ત્યાં ભાજપના ધારાસભ્ય સંજયકુમાર ગુપ્તાની તિરંગા યાત્રામાં હોબાળો જોવા મળ્યો હતો. ત્યાં પેટ્રોલથી ભરેલી બોટલને લૂંટવા માટે દોડધામ જોવા મળી છે. આ દરમિયાન પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે, ભાજપના કાર્યકર્તાઓ સામ સામે આવી ગયા હતા. પેટ્રોલ લેવા માટે લોકોએ મારપીટ શરૂ કરી દીધી હતી.

જ્યારે આ વિસ્તાર કોખરાજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ છે. તેની સાથે એવી પણ જાણકારી સામે આવી છે કે, તિરંગા યાત્રામાં ભીડ એકઠી કરવા માટે ભાજપના ધારાસભ્ય સંજયકુમાર ગુપ્તા દ્વારા ફ્રીમાં પેટ્રોલ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. તેની સાથે લોકો પોતાની બાઈક સાથે તિરંગા યાત્રામાં ભાગ લેવા માટે પહોંચી ગયા હતા ત્યાં પેટ્રોલની બોટલ માટે લૂંટફાટ જોવા મળી હતી.

નોંધનીય છે કે, કૌશાંબીના ચાયલ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય સંજયકુમાર ગુપ્તા દ્વારા સ્વતંત્રતા દિવસની 75 મી વર્ષગાંઠ પર તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના કારણે જનપદના રહેવાસીઓને મોટી સંખ્યામાં જોડાવવા માટે અપીલ કરવામાં આવી હતી. જ્યારે કીડ્સ ઝી સ્કૂલ કેમ્પસમાંથી આ યાત્રા શરૂ કરાઈ હતી. તે ભરવાડી વિસ્તારમાં આવેલ છે.

40 કિલોમીટર લાંબી સફર બાદ યાત્રા સાંજે જ્યારે સરાય અકીલ વિસ્તારમાં પહોંચી ત્યારે યાત્રામાં મોટી બેદરકારી જોવા મળી ગઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પેટ્રોલની બોટલ લૂંટતા કાર્યકર્તાઓ વચ્ચે એક નાનકડો તણખો પણ થઈ જાત તો હજારો લોકોને મોટું નુકસાન પહોંચી શકતું હતું.

તેમાં પણ ખાસ વાત એ હતી કે, ભાજપના ધારાસભ્ય સંજયકુમાર ગુપ્તા દ્વારા તિરંગા યાત્રામાં સામેલ થનારા લોકો માટે મફતમાં પેટ્રોલની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેના માટે હજારોની સંખ્યામાં પેટ્રોલની બોટલ સ્કૂલ પરિસરમાં ખુલ્લા કેમ્પસમાં મૂકાઈ હતી. તેને લૂંટવા માટે દોડધામ થઈ ગઈ હતી.

twitter.com

પેટ્રોલની બોટલ લૂંટવા માટે લોકો સામસામે આવી જતા પરીસ્થિતિ ખૂબ જ ખરાબ બની ગઈ હતી. પરંતુ ધારાસભ્ય એવું જણાવે છે કે, તિરંગાયાત્રા સફળ રહી હતી. તેમ છતાં પેટ્રોલની બોટલ માટે થયેલી લૂંટ અંગે ધારાસભ્યને પૂછવામાં આવ્યું તો તેમને પોતાની ભૂલનું ઠીકરુ વિપક્ષ પર ફોડ્યું હતું. તેમ છતાં આ ઘટનાની ચર્ચા ઉત્તર પ્રદેશના અન્ય જિલ્લા તથા શહેરમાં પણ જોવા મળી રહી છે. તાજેતરમાં પેટ્રોલનો ભાવ આસમાને છે ત્યારે અનેક લોકો પેટ્રોલ મળવાની આશાએ આ યાત્રામાં ભેગા થયેલા હતા.

Scroll to Top