ઉત્તરાખંડમાં આગામી બે દિવસ માટે ભારે વરસાદની શક્યતા, રેડ એલર્ટ જાહેર, સ્કૂલોને કરવામાં આવી બંધ

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

ઉત્તરાખંડમાં આગામી બે દિવસ દરમિયાન ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. હવામાન વિભાગ દ્વારા તેને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહીને જોતા સરકાર દ્વારા એસડીઆરએફ અને પોલીસને પણ સતર્ક રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

પ્રદેશના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી હવામાન વિભાગના એલર્ટને જોતા રવિવારના વરિષ્ઠ અધિકારીઓને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. સીએમ પુષ્કર સિંહ ધામી દ્વારા ચાર ધામ યાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસ-વહીવટીતંત્રને ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગની મુજબ, આજે અને કાલે ઉત્તરાખંડના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. વિભાગના વૈજ્ઞાનિકો દ્વારા તેને જોતા 17 થી 19 ઓક્ટોબર સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ 18 ઓક્ટોબર એટલે કે સોમવારના રાજ્યના ઘણા વિસ્તારોમાં મુશળધાર વરસાદની સંભાવનાને જોતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વૈજ્ઞાનિકો દ્વારા સરકારી એજન્સીઓથી આ એલર્ટને લઈને સુરક્ષા વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું છે.

ઉત્તરાખંડમાં આગામી ૨ દિવસ મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. નામી ચેનલની રિપોર્ટ મુજબ, હવામાન વિભાગના એલર્ટ જાહેર કર્યા બાદ ઉત્તરકાશી જિલ્લાના ડીએમે 18 ઓક્ટોબર સુધી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જિલ્લાના ડીએમ મયુર દીક્ષિતે તેમના આદેશમાં જણાવ્યું છે કે, ભારે વરસાદની સંભાવનાને જોતા બાળકોની સલામતી જરૂરી છે. એટલા માટે 18 ઓક્ટોબર એટલે કે સોમવારના જિલ્લાની તમામ શાળાઓ બંધ રાખવામાં આવશે.

જ્યારે ઉત્તર પ્રદેશના મોટા ભાગમાં શનિવારે રાતથી જ હવામાન બદલાઈ ગયું હતું. રાજ્યના ઉત્તરીય ભાગની સાથે-સાથે દિલ્હી એનસીઆરમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. નોઇડા, ગાઝિયાબાદમાં શનિવારે મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ રવિવારે સવારે પણ ચાલુ રહ્યો હતો. જ્યારે ભારે પવન સાથે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં વૃક્ષો પણ પડી ગયા છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો