રાજ્યની તમામ યુનિવર્સીટીમાં 5 જૂન સુધી વેકેશન, કોરોનાને કારણે લેવાયો મહત્વનો નિર્ણય

કોરોનાને કારમે હવે દિવસેને દિવસે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમા પણ ખાસ કરીને વિદ્યાર્થીઓતો છેલ્લા એક વર્ષથી ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યા છે જેના કારણે અમુક વિદ્યાર્થીઓનેતો ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે થોડાક સમય પહેલાજ શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની પરિક્ષાઓ મોકૂખ કરવામાં આવી હતી.

કારણકે વકરતા જતા કોરોનાને લઈને એવી પરિસ્થિતી ન હતી કે પરિક્ષાનું આયોજન કરી શકાય જેથી કરીને પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી ત્યારે હવે આવી વિકટ પરિસ્થિતીમાં રાજ્યની તમામ યુનિવર્સિટીઓ દ્વારા વેકેશન જાહેર કરી દેવામાં આવી દેવામાં આવ્યું છે.

પહેલી તારીખથી લઈને આગામી પાંચ તારીખ સુધી બધીજ યુનિવર્સીટીમાં વેકેશન રહેશે વધતા જતા સંક્રમણને કારણે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે જોકે આ નિર્ણય બાદ એકદંરે વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ હાશકાંરો અનુભવ્યો છે કારણકે તેમના પણ કોરોના સંક્રમણને કારણે ભયનો માહોલ ફેલાયેલો હતો.

વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને શિક્ષમ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા તમામ કોલેજ અને યુનીવર્સીચટીમાં 30 એપ્રીલ સુધી શૈક્ષણીક કાર્ય મોકૂફ રાખવામાં આવ્યું છે આ નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના આરોગ્યની સલામતીને લઈને લેવામાં આવ્યો છે જોકે આ રજાઓને શિક્ષણ વિભાગ દ્વારા ઉનાળુ વેકેશન તરીકે જાહેર કરવામાં આવી છે.

છેલ્લા એક વર્ષથી વિદ્યાર્થીઓ કોરોનાને કારણે હેરાન થઈ રહ્યા છે તેમા પણ જે લોકો ગત વર્ષે કોલેજમાં આવ્યા તે લોકોએ તો કોલેજ લાઈફ કેવી હોય છે તે પણ જોઈ નથી. કારણકે લોકડાઉનને આવી ગયા બાદ એડમીશન પ્રોસેસ પણ લેટ થઈ સાથેજ અમુક વિદ્યાર્થીઓને તો એડમીશન પણ ન મળ્યું. જાન્યુઆરીમાં કોલેજ ફરી શરૂ કરવામાં આવી પરંતું કોરોનાએ ફરી ઉથલો માર્યો જેથી કોલેજો બંધ કરી દેવામાં આવી.

ઉલ્લેખનીય છે વધતા જતા કોરોનાના કહેરને કારણે વિદ્યાર્થીઓને સૌથી વધારે મુશ્કેલી પડી રહી છે. કારણકે શિક્ષણ વિભાગ દ્વારા ક્યારેક કોલેજ શરૂ કરવામાં આવે છે ક્યારેક બંધ કરવામાં આવે છે. તો ક્યારેક ઓનલાઈન શિક્ષણ શરૂ કરી દેવામાં આવે છે જોકે હાલ શિક્ષણ વિભાગ દ્વારા ઉનાળું વેકેશન આપી દેવામાં આવ્યું જેના કારણે વિદ્યાર્થીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે.

Scroll to Top