વડોદરાના સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની ઘોર બેદરકારી, ઓપરેશન દરમિયાન પ્રસુતાના પેટમાં ભૂલી ગયા કોટન

સરકારી હોસ્પિટલમાં ગરીબ લોકો દ્વારા નિ:શુલ્ક અને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે આવે છે પરંતુ અનેક વખત આવી હોસ્પિટલ દ્વારા ગંભીર બેદરકારીની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે એવી જ એક ઘટના વડોદરાની સરકારી જમનાબાઈ હોસ્પિટલમાંથી સામે આવ્યો છે. જ્યાં ઓપરેશન દરમિયાન ડોક્ટરોની બેદરકારીના કારણે પ્રસુતાના પેટમાં કોટન રહી ગયું હોવાનું જાણકારી સામે આવી છે.

જ્યારે આ અંગે મળેલી માહિતી અનુસાર, શહેરના 4 દરવાજા વિસ્તારમાં આવેલી સરકારી જમનાબાઈ હોસ્પિટલમાં 20 સપ્ટેમ્બરના રોજ પાણીગેટ મેમણ કોલોનીમાં રહેનાર રેહાના મેમણને પ્રસુતિનો દુ:ખાવો ઉપડતા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમને અહીં પ્રસુતિ કરાવી ભારે પડી છે.

આ બાબતમાં જાણકારી સામે આવી છે કે, આ દરમિયાન પ્રસુતાને સિઝરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેમ છતાં પાછળથી મહિલાની તબીયત બગડતા પરિવારજનો દ્વારા ખાનગી તબીબને બતાવવામાં આવતા પ્રસુતાના પેટમાં 1 મીટર જેટલું કોટન રહી ગયું હોવાનું જાણવા મળ્યું હતું.

તેની સાથે પ્રસુતાના પરિવારજનોએ સિઝરનું ઓપરેશન કરનારા ડો ચૌહાણ સમક્ષ પોતાનો રોષ ઠાલવવામાં આવ્યો હતો. તેમ છતાં ડોક્ટર દ્વારા નફ્ફટાઈપૂર્વક પોતાની જવાબદારીમાંથી છટકીને પોતાના હાથ અદ્ધર કરી નાખ્યા હતા.

Scroll to Top