વડોદરાથી આગને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે વડોદરામાં મોટી દુર્ઘટના થતા રહી ગઈ છે. વડોદરામાં મેમુ ટ્રેનનાં ત્રણ ડબ્બામાં લાગી આગ ભડકી ઉઠી હતી પરંતુ તેમાં સારી બાબત એ રહી કે, કોઇ જાનહાની થઈ નહોતી. વડોદરા રેલવે યાર્ડમાં ઉભેલી મેમુ ટ્રેનનાં ત્રણ ડબ્બામાં આગ લાગી ગઈ હતી.
આગ લાગવા પાછળનું કારણ હજી સામે આવી શક્યું નથી. તેમ છતાં ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો. આ ટ્રેનને રાતે નવાયાર્ડ ખાતે મુકાઈ હતી. તેમાં આગ લાગી ત્યારે તે બંધ હાલતમાં હતી અને અંદર કોઇપણ વ્યક્તિ પણ હોતું. આ દુર્ઘટનામાંથી હજી સુધી કોઈ જાનહાનીના સમાચાર આવ્યાં નથી. આગની જાણ થતા પોલીસની ટીમ અને રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.
નવા યાર્ડ ખાતે ટ્રેન મુકાઈ હતી તે તેનું યાર્ડ છે. તે સમયે અચાનક આ મેમુ ટ્રેનમાં સવારે છ વાગ્યાની આજુબાજુ લાગી ગઈ હતી. જેના લીધે ત્રણ ડબ્બાઓ આગમાં હોમાઈ ગયા હતા. જ્યારે આ ટ્રેન યાર્ડમાં બંધ હતી. જેના કારણે મોટી દૂર્ઘટના બની નહોતી. આગની જાણકારી મળતા જ વડોદરા રેલ્વે DRM, GRP, RPF સહિતના અધિકારીઓ તરત જ ઘટનાસ્થળે આવી ગયા હતા. ફાયર વિભાગ દ્વારા ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
પોલીસનાં જણાવ્યાં અનુસાર ટ્રેનનાં બંધ ડબ્બામાં આગ કઇ રીતે લાગી તે જાણવા માટે એફએસએલની મદદ લેવાશે. આ આગ વહેલી સવારના છ વાગે લાગી હતી. ત્યારે ત્યાં હાજર રહેલા લોકોએ પાણી છાંટીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ એટલી ભયંકર હતી કે, ફાયર વિભાગની મહેનત બાદ જ આગ પર કાબૂ મેળવાયો હતો.