વડોદરાનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. વડોદરા શહેરના વારસિયા ગાર્ડન પાસે નવી બંધાઇ રહેલી કન્ટ્રક્શન સાઈટના બીજા માળે સૃષ્ટી વિરુદ્વનું કૃત્ય કરતી વખતે 17 વર્ષના બે સગીર દિવાલ તુટવાના કારણે નીચે પડ્યા હતા. તેમ છતાં રેતી, કપચીના ઢગલા પર પડવાના કારણે બંનેને ઈજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટમમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે એક સગીર દ્વારા બીજા સગીર વિરુદ્વ વારસિયા પોલીસ મથકમાં અરજી દાખલ કરાવતા પોલીસ દ્વારા જુવેનાઈલ ઈન્કવાયરી બેસાડવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, વારસિયામાં રહેનાર 17 વર્ષના બે સગીર પૈકી એક પાણીપુરીની લારી પર કામ જીવન ગુજારે છે. જ્યારે બીજો સગીર છુટક કામ કરતો હોય તેવું જાણવા મળ્યું છે. ગત 18 મી તારીખના રોજ સવારના સાડા નવ વાગ્યે બંને સગીર નિવસ્ત્ર અવસ્થામાં રેતી-કપચીના ઢગલાં પર પટકાયા હતા. જેના કારણે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ બંનેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ દરમિયાન આજે એક સગીર દ્વારા વારસિયા પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં તેના સાથેના સગીર દ્વારા સૃષ્ટી વિરુદ્વનું કૃત્ય આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આ મુદ્દે પીઆઈ લાઠિયાએ કહ્યું છે કે, તેઓ વારસિયા બગીચા પાસેની અંડર કન્ટ્રક્શન બિલ્ડીંગમાં ગંદી હરકત કરી રહ્યા હતા ત્યારે દિવાલ પડતાં તે નીચે પડયાં હતા. હાલ જાણવા મળ્યું છે કે, ઘટનાને લઈ જુવેનાઈલ દિવાલ પડતાં નીચે પડી ગયા હતા. હાલ ઘટનાને લઈ જુવેનાઈલ ઈન્કવયારી બેસાડવા માં આવી છે. ત્યાર બાદ સગીરને જુવેનાઈલ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે.