આવા કિસ્સા ઘણીવાર આપણે સાંભળી ચુક્યા છે અને તેવો જ બીજો કિસ્સો તમને જણાવીશું કે પોતાની જ પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે બળજબરી કરતાં અને અન્ય સાથે સેક્સસંબંધ હોવાની શંકાથી પત્નીને પરેશાન કરતાં પતિથી છૂટાછેડા મેળવવા માટે પત્નીએ કોર્ટમાં અરજી કરી હતી અને જણાવવામા આવ્યું છે કે છેલ્લા ત્રણ મહિનાથી જ પતિ પરાણે શારીરિક સંબંધ બાંધતો અને પત્નીના ના કહ્યા હોવા છતા પણ પતિ સબંધ બાંધતો હતો અને કહેવાય છે કે વારંવાર શંકા કરતો હોઇ પત્ની પતિથી ત્રસ્ત થઈ ગઈ હતી.
માટે પત્ની તેના પર ખૂબ ક્રોધિત હતી અને તે તેની સાથે બિલકુલ સમય વીતાવવા ન માગતી હતી.પણ આ વાત પર આગળ વળતા એવું કહેવાય છે કે આ અંગેની વિગતો એવી છે કે મહારાષ્ટ્રની આ નિમિશા (નામ બદલ્યું છે) ના ત્રણ વર્ષ પહેલા વડોદરામાં મેડિકલ સ્ટોરમાં હેલ્પર તરીકે કામ કરતાં ભાવિન (નામ બદલ્યું છે) ની સાથે લગ્ન થયા હતા અને બંને એકબીજાને પસંદ કરતાં હતાં પણ કહેવાય છે કે આ લગ્ન પછી ભાવિનના શંકાશીલ સ્વભાવના કારણે અવાર નવાર બંને વચ્ચે ઝઘડા થતા હતા.
આમાં નિમિશાનો કોઈ વાંક ન હતો કારણ કે ભવિનના અડપલાના કારણે તેની પત્ની રોષે ભરાઈ હતી જોકે છેલ્લા ત્રણ મહિનાથી તેનો ત્રાસ વધી ગયો હતો અને આમ જ ભવિનની પત્નીએ છૂટાછેડા કરવાનું નક્કી કરી લીધું હતું આથી તેણે અભયમમાં પણ ફરિયાદ કરી હતી.જણાવવામાં આવ્યું છે કે અભયમની હેલ્પલાઇનની ટીમે નિમિશા અને તેના પતિનું કાઉન્સેલિંગ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી.
આ વાત જાણીને તમને પણ નવાઈ લાગશે અને પતિની હાજરીમાં કાઉન્સેલર સાથે વાત કરવામાં અચકાતી નિમિશાને અંગત પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનાથી તેનો પતિ પરાણે સેક્સસંબંધ બાંધે છે અને તેની પત્નિ નિમિશા પર તે અવાર નવાર શક કરે છે અને તેની પત્નિને તે ગમે તે રીતે ખોટી પાડે છે. આટલું જ નહીં પણ એવું તેના અન્ય સાથે સેક્સસંબંધ હોવાની શંકાથી તે દરરોજ શારીરિક ચેકઅપ પણ કરે છે.
બધો દોષ તેની પત્નિ નિમિશા પર નાખે છે અને તે તેના પતિના શંકાશીલ સ્વભાવથી કંટાળી ગઈ છે અને તેણે પણ એવું જણાવ્યું હતું કે તે એક હાઉસ વાઇફ છે અને તે તેના કામ પ્રત્યેજ ધ્યાન આપે છે અને તે શાકભાજી કે કરિયાણું લેવા જવા શિવાય ઘરની બહાર ક્યાંય જતી નથી અને તેને આવા કોઈ જાતના વિચાર મનમાં નથી પણ આમ છતાં તેનો પતિ શંકા કરી શારીરિક અને માનસિક ત્રાસ આપે છે અને દરરોજના માટે ઝગડો કરે છે આથી તેને પતિ સાથે રહેવું નથી અને છૂટાછેડા લેવા છે તેવું તેની પત્નિ દ્વારા જણાવામાં આવ્યું છે.
હાલમાં જ કહેવાય છે કે નિમિશા પોતાના પિયર જતી રહી છે અને તેના પતિને જણાવ્યા વગર તે ત્યાંથી તેના પિયરમાં ગઈ છે તેણે પતિ સાથે છૂટાછેડા લેવા માટે કોર્ટમાં અરજી પણ કરી છે અને કહેવાય છે કે કાઉન્સેલરે ભાવિનનું પણ કાઉન્સેલિંગ કર્યું હતું અને તેમજ તેને પત્ની પર શંકા ન કરવા સમજાવ્યો હતો પણ તે તેની પત્નિ વિશે જ ખરાબ બોલ્યા કરતો હતો અને ભાવિન સાથે તેનો મિત્ર પણ આવ્યો હતો.
હાલમાં ભાવિનને એસએસજી હોસ્પિટલના સાઇકિયાટ્રિસ્ટનો સંપર્ક કરાવી તેની સારવાર શરૂ કરાઇ છે અને તેને એક માનસિક બીમારી છે તેવું ડોકટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. કાઉન્સેલિંગ દરમિયાન નિમિશાની બોડી લેંગ્વેઝમાં કાઉન્સેલરને ગડબડ લાગતી હતી તેમ કહેવાય છે અને એટલું જ નહીં પણ તે ઓછું ભણેલી હોવાથી તે કમ્ફર્ટેબલી કાઉન્સેલર સાથે વાત કરી શકતી નહોતી અને તેથી જોકે નિમિશાને વિશ્વાસમાં લઈને કાઉન્સેલરે વાતચીત કરતાં ઉપર પ્રમાણેની વિગતો સામે આવી હતી.