વડોદરાની ટ્રસ્ટ દ્વારા વિદેશી ફંડનો ધર્માંતરણ માટે કરાયો હતો ઉપયોગ, આટલા કરોડ હવાલામારફતે ફેરવાયા હતા, ગૌતમ અને સલાઉદ્દીન સામે એફઆઈઆર નોંધાઈ. યુપીમાં ચકચાર મચાવનાર ધર્માંતરણ પ્રકરણમાંતેમજ સીએએના વિરોધ પ્રદર્શનમાં વડોદરામાંથી કરોડોનું ફંડિંગ થયું હોવાનો મોટોખુલાસો થયો છે.
યુપી પોલીસ દ્વારા વડોદરાના આફમી ટ્રસ્ટના ટ્રસ્ટી સલાઉદ્દીનનીધરપકડ કરવામાં આવ્યા બાદ વડોદરા પોલીસ દ્વારા બેન્ક એકાઉન્ટોની તપાસ કરી આફમીટ્રસ્ટના ટ્રસ્ટી સલાઉદ્દીન અને ધર્માંતરણ કૌભાંડના માસ્ટર માઇન્ડ ઉમર ગૌતમ સામે ગુનોદાખલ કરવામાં આવ્યો છે.
યુપી પોલીસ દ્વારા ધર્માંતરણ પ્રકરણમાં ઉમરગૌતમની ધરપકડ કરવામાં આવતા તેની સાથે સંપર્કમાં તેમજ આર્થિક વ્યવહારોની તપાસદરમિયાન વડોદરાના ફતેગંજ વિસ્તારમાં રહેનાર અને પાણીગેટ વિસ્તારમાં આફમી ચેરિટેબલટ્રસ્ટના નામે વિદેશથી ફંડ મેળવનાર સલાઉદ્દીન શેખની પણ ધરપકડ કરવામાં આવી હતી.
યુપી પોલીસની તપાસ દરમિયાનવડોદરાના આફમી ટ્રસ્ટમાંથી ધર્માન્તરણ માટે ઉમર ગૌતમને રૃપિયા મળ્યા હોવાની વિગતો સામેઆવતા જ ગુજરાત એટીએસ અને વડોદરા એસઓજીએ આફમી ટ્રસ્ટના બેન્ક એકાઉન્ટ તેમજ આર્થિકવ્યવહારોની તપાસ કરવામાં આવી હતી.
આ દરમિયાન જાણકારી મળી કે, આફમી ટ્રસ્ટને વર્ષ-૨૦૧૭ થી અત્યાર સુધીમાંવિદેશથી ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ એકાઉન્ટ હેઠળ કુલ રૃ.૧૯.૦૩ કરોડડોનેશન પ્રાપ્ત થયું હતું. જ્યારે બાકીના રૃ.૫.૪૫ કરોડ હવાલાથી મળતા કુલ રૃ.૨૪.૪૮કરોડનું ડોનેશન મળ્યું હોવાની જાણકારી સામે આવી છે.