વડોદરાઃ ‘માફ કરજો, મારાથી PSIની નોકરી નહીં થાય,’ પોલીસ ચોકીમાં સર્વિસ રિવોલ્વરથી PSIની આત્મહત્યા

વડોદરાઃ શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરે લમણે ગોળી મારીને આપઘાત કરી લીધો છે. આપઘાત કરી લેનાર પીએસઆઈનું નામ એસ.એસ. જાડેજા છે. પીએસઆઈએ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી ગોળી મારીને આપઘાત કરી લીધો હતો.

પીએસઆઈના આપઘાત બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. પીએસઆઈ અલકાપુરી પોલીસ ચોકીમાં ફરજ બજાવી રહ્યા હતા. આપઘાત પહેલા પીએસઆઈએ એક સુસાઈડ નોટ પણ લખી હતી.

મળતી માહિતી પ્રમાણે સુસાઈડ પહેલા પીએસઆઈએ ડાયરીમાં સુસાઈડ નોટી લખી હતી. પીએસઆઈએ ડાયરીમાં નોંધ્યું છે કે, “મારાથી પીએસઆઈની નોકરી થાય તેમ નથી, મને માફ કરજો.”

આપઘાત કરી લેનાર પીએસઆઈની ચાર દિવસ પહેલા જ એટલે કે 12મી સપ્ટેમ્બરના રોજ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાંથી ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી હતી. આ અંગેનો આદેશ વડોદરા શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતે કર્યો હતો. પીએસઆઈને તાત્કાલિક ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું હતું.

ગોળી મારતા પહેલા ડાયરીમાં નોંધ કરી.

પીએસઆઈ અલકાપુરી પોલીસ ચોકી ખાતે ફરજ બજાવતા હતા.

પીએસઆઈના આપઘાતથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા.

આપઘાત કરનાર પીએસઆઈ જાડેજા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top