વહેલા ઉઠવાના આ ફાયદા જાણીને તમે પણ આશ્ચર્ય માં મુકાઈ જસો,જાણો એના આ ચમત્કારી ફાયદા…

આજે ઘણા લોકો ને એવી ટેવ હોય છે કે એ હંમેશા મોડા જ ઉઠે છે અને એના કારણે એમનો દિવસ પણ ખરાબ જાય છે.અને આમ પણ જોવા જઈએ તો એ પણ સાચું કે જે લોકો નોકરી કે ધંધો કરે છે એ લોકો રાત્રે મોટા સુધી જાગે છે જેના કારણે એ સવાર માં મોડા ઉઠે છે.છતાં પણ જો તમે વહેલા ઉઠો છો તો તમને આ ઘણા લાભ થઈ શકે છે.આમ લોકો એવું પણ કહે છે કે જે લોકો સૂર્યોદય પહેલાં ઊઠી જાય એ માણસ સ્વસ્થ રહે છે એવું આપણા પૌરાણિક શાસ્ત્રોમાં કહેવાયું છે પણ બદલાયેલી લાઇફસ્ટાઇલને કારણે એમ લગભગ કોઈ કરતું નથી. તાજેતરમાં બ્રિટનમાં ડાયેટિશ્યનો અને સાઇકોલોજિસ્ટોની એક ટીમે મળીને તારવ્યું છે કે, સ્વસ્થ, સુખી અને આનંદમય રહેવું હોય તો આપણી વહેલા ઊઠવાની આ જૂની આદત કેળવવી જોઈએ.

સવારે વહેલી તકે ઉઠી જવાથી ડિપ્રેશનનો ખતરો ઓછો રહે છે. જે લોકો સવારે વહેલી તકે ઉઠી જવાની ટેવ ધરાવે છે તેમનામાં અનેક બિમારીનો ખતરો તો પહેલાથી જ ઘટી જાય છે. તેમની માનસિક સ્થિતી પણ સારી રહે છે.

દિનચર્યામાં સૌથી પહેલા બ્રહ્મમુહુર્તમાં ઉઠવાનું કહેવાયુ છે.આ સમય સુર્યોદયની 96 મિનિટ પહેલા શરુ થાય છે અને 48 મિનિટ પહેલા ખતમ થઇ જાય છે તેથી સુર્યોદયની 50 મિનિટ પહેલા ઉઠો. તમે આ સમયે જાગો છો ત્યારે શરીરમાં એવા હોર્મોન્સ ઉત્પન્ન થાય છે જે ઉત્સાહ, ઉર્જા, સ્ફુર્તિ વધારે છે.

વહેલા ઉઠવાથી તમે એક્સરસાઇઝ તેમ જ મેડિટેશન માટે સમય ફાળવી શકો છો. વહેલા ઊઠનારાઓ કસરત માટે ખૂબ સરળતાથી થોડોક સમય ફાળવી શકે છે. મોડા ઊઠવાથી શરીરને કસરત તો નથી મળતી અને ઉપરથી કંઈ જ કામ પૂરું ન કરી શક્યાનું ગિલ્ટ પણ અનુભવાય છે

વહેલા ઉઠવાથી મહિલાઓને ઓછો સ્ટ્રેસ ફીલ થાય છે.આખો દિવસ સ્વસ્થ ફિલ કરશો અને ઉત્સાહમાં રહેશે. એક્સરસાઈઝ અને મેડિટેશન માટે સમય ફાળવી શકો છો.સવારના સમયે ક્રીએટિવ થિન્કિંગ કરી શકાય છે.સવારે ફિઝિકલ એક્ટિવિટી કરવાથી બ્રેઇનને પૂરતો ઓક્સિજન મળે છે અને ક્ષમતા પણ સુધરે છે.

સવારે ઉઠીને તરત પાણી પીવો તેને ઉષાપાન કહેવાય છે. રાતે જમ્યા બાદ 7થી8 કલાક સુધી શરીરને પાણી મળતુ નથી. તેથી શરીરને હાઇડ્રેટ રાખવું જરુરી છે. પાણી એટલું જ પીવો, જેટલુ પી શકો. તેના ઘણા લાભ થાય છે. તેનાથી પાચન યોગ્ય રહે છે અને બ્લડ સર્ક્યુલેશન વધે છે.

સવારના સમયે ક્રીએટિવ થિન્કિંગ કરી શકાય છે. સવારના સમયે મગજ આરામ પછી ફ્રેશ હોય છે. આ સાથે સવારે ફિઝિકલ એક્ટિવિટી કરવાથી બ્રેઇનને પૂરતો ઓક્સિજન મળે છે અને એની ક્ષમતા પણ સુધરે છે.ડાયેટમાં સીઝનલ અને સ્થાનિક ફળ તેમજ શાકભાજી ખાવ. વિદેશી ફળો અને શાકભાજીથી બીમારીની શક્યતાઓ રહે છે. ભોજનમાં છ રસ નમકીન, ખાટો, તીખો, કડવો, તુરો, ગળ્યો સામેલ કરવો જોઇએ. કારેલા, જાંબુ, મેથી વગેરેનો ઉપયોગ ન કરવાથી ડાયાબિટીસની આશંકા રહે છે. સવારે વહેલા ઊઠવા માટે તમે આ ટિપ્સ ને ફોલો કરી શકો છો.

જો રાત્રે મોડા સૂવાની આદત હોય તો વહેલા સૂવાનું શરૂ કરવું. રાત્રે નવ વાગ્યા પહેલાં જમી લેવું અને નક્કી કરેલા સૂવાના સમયે લાઇટ્સ ઑફ કરીને પથારીમાં પડી જ જવું સવારે નવ વાગે ઊઠવાની આદત હોય તો પહેલા જ દિવસથી છ વાગ્યે ઊઠવાનું ન રાખવું. એને બદલે પહેલા અઠવાડિયે પોણાનવ વાગ્યે ઊઠવાની આદત પાડવી. એ પછીના અઠવાડિયે સાડાઆઠે અને એમ ધીમે-ધીમે કરતાં તમે છ વાગ્યે ઊઠવાના ધ્યેયને પહોંચી વળી શકશો.

ગૃહિણીઓમાં ઓછુ જમ્યા બાદ પણ મેદસ્વીતા, હાઇ બ્લડ પ્રેશર, પીસીઓડીની સમસ્યા એટલે થાય છે કેમકે તે બપોરના લંચ બાદ સુઇ જાય છે. રાતે વહેલા સુઇ જવું જોઇએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top