વૈભવ લક્ષ્મીજી ના પવિત્ર શુક્રવારે કરો આ ખાશ ઉપાય, ક્યારેય નહિ આવે ધન ને લઈને સમસ્યા જાણો વિગતે

હાલ ના સમય દરમિયાન પૈસા વગર કોઈ પણ કાર્ય શક્ય નથી કપડાં થી માડી ને બધી જીવન જરૂરીયાત ની ચીજ વસ્તુ ઓ માટે ધન ની જરૂર પડતી હોય છે.

ધનની આવશ્યકતા કોને ન હોય? નાના માં નાના કામ માં પણ પૈસા ની જરૂર પડતી હોય છે. દરેક વ્યક્તિ ધન મેળવવા માંગતો હોય છે અને એના માટે ઘણા પ્રયત્નો પણ કરતો હોય છે. જો માણસને ધનની કમી હોય તો નાનામા નાની ઇચ્છાઓ અધૂરી રહી જતી હોય છે.

પૈસા ની તંગી ના કારણે વ્યક્તિ ને ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. માણસ નોકરી ધન કમાવવા માટે જ તો કરતો હોય છે.

પરંતુ આ પૈસા કાંતો પાણીની જેમ વહી જાય છે કાં પછી ખોટા કાર્યોમાં ખર્ચ થઇ જાય છે, અને પછી અંતમા તમે એવું જ વિચારો છો કે પૈસા બચી શકે અને આર્થિક સ્થિતિ સુધરે તે માટે શું કરવું જોઇએ એના માટે અમે તમને થોડા ઉપાય વિસે જણાવીશું તમે ઇચ્છિત ધન ની પ્રાપ્તિ કરી શકો છો.

1. ધનની દેવી માં લક્ષ્મી ને આ રીતે કરો પ્રશન્ન.

ધન ની પ્રાપ્તિ માટે તમારે ધન ની દેવી માતા લક્ષ્મી ને પ્રસન્ન કરવા પડશે માત્ર ઇચ્છા રાખવાથી જ ધન નથી મળી જતું પરંતુ તેના માટે મહેનતન સાથોસાથ ધનના દેવી મા લક્ષ્મીને પણ પ્રસન્ન કરવાં પડે છે. મા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવી છે અને શુક્રવારે એમના આ ખાસ ઉપાય કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થતાં હોય છે અને ઘરમા ધનની વર્ષા કરે છે.

માટે જ જે લોકો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે, એમણે શુક્રવારે મા લક્ષ્મીની પૂજાની સાથે આ ઉપાયો જરૂર કરવા જોઇએ.

2. મા લક્ષ્મીની પૂજા દરમિયાન આ મંત્ર નો ઉચ્ચાર કરો

વાસ્તુ શાસ્ત્ર માં માં લક્ષ્મી ની પૂજા કરવી એ શુભ માનવામાં આવે છે. શુક્રવારે વહેલી સવારથી જ મા લક્ષ્મીના મંત્રનો જાપ કરવો શરૂ કરી દો, આની સાથે જ તમારા ઘરના મંદિરમાં ઘીનો દિવો પ્રગટાવો અને પછી મા લક્ષ્મીની સામે બેસીને 108 વખત ‘ॐ શ્રીં શ્રીયે નમઃ’નો જાપ કરો.

3. મુખ્ય દ્વાર પર પાણીનો છંટકાવ કરો.

લક્ષ્મી માતાની પૂજા-અર્ચના કરો અને આની સાથે જ ઘરના મુખ્ય દરવાજા પર હળદર અને પાણીનો છંટકાવ કરો. જો તમને આ ઉપાય કરવામાં કોઇ સમસ્યા સર્જાય તો મુખ્ય દરવાજા પર એક લોટો પાણી પણ નાખી શકો છો.

4. ઉપવાસ કરો.

શુક્રવાર એ ભગવાન વિષ્ણુ નો દિવસ માનવામાં આવે છે માટે ધન પ્રાપ્તિ માટે તમે શુક્રવારે ઉપવાસ રાખો. આ દિવસે દક્ષિણાવર્તી શંખમાં પાણી ભરી ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. સતત ત્રણ શુક્રવાર સુધી ભૂલ્યા વિના આ ઉપાય અજમાવવા. આ ઉપાય અજમાવવાથી તમારી બધી ધન ની મુશ્કેલીઓ થોડા જ સમય માં દૂર થઈ જશે.

5. પીપળાના વૃક્ષની પૂજા કરો.

આપના વાસ્તુ શાસ્ત્ર માં પીપળા ના વૃક્ષ ની પૂજા કરવી શુભ માનવામાં આવે છે જેથી ઘરમાં હંમેશા સુખ શાંતિ બની રહે તે માટે પીપળાના વૃક્ષના છાયામાં ઉભા રહીને ત્રાંબાના વાસણ વાસણમાં પાણી, ખાંડ, ઘી અને દૂધ ભેળવીને પીપળાના થડમાં આ પાણી ચઢાવો. આવું કરવાથી મા લક્ષ્મીનો વાસ હંમેશા માટે રહેશે.

જો તમે આ તમામ બાબતો નું સંપૂર્ણ ધ્યાન રાખશો તો તેનું અચૂક પરિણામ તમને જોવા મળશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top