વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારી શરૂ: VIP અને વિદેશી મહેમાનોને પ્રોટોકોલ મુજબ ક્વોરન્ટીન કરવા હોટલ, રિસોર્ટ, સર્કિટ હાઉસનું બુકિંગ થયું શરૂ

ફરી એકવાર ઓમિક્રોન વેરિયન્ટના ગ્રહણ વચ્ચે સરકાર વાઇબ્રન્ટ સમિટ યોજવા મક્કમ બની છે. સરકારે જાહેર કરેલી કોરોનાની ગાઈડલાઇન મુજબ મહેમાનોને રાખવા માટે ભૂપેન્દ્રભાઈની ગુજરાત સરકારે અમદાવાદ-ગાંધીનગરની અલગ અલગ કેટેગરીનાં રિસોર્ટ્સ, હોટલો, સર્કિટ હાઉસ, વિશ્રામગૃહ અને અતિથિગૃહનું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે કે જેમાં મહેમાનોની રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે.

ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 10 જાન્યુઆરી થી લઈને 12 જાન્યુઆરી સુધી આયોજિત થઈ છે. આ સમિટમાં અલગ અલગ રાજયોમાંથી વીવીઆઇપી અને વીઆઇપી નેતાઓ મુલાકાત માટે તથા મોટા બીઝનેસમેન રોકાણ માટે મુલાકાત લેવાના છે. આ બધા લોકોની સરભરા તેમજ ભોજનની વ્યવસ્થા કરવા માટે અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

કોરોના ની નવી ગાઇડલાઈન અનુસાર હોટેલોના સ્ટાફ માં પણ રસીના બંને ડોઝ લીધા છે કે નહીં તે પણ ચેક કરવામાં આવશે. તેણે આધારે જ હોટેલ અને રીસોર્ટનું બૂકિંગ કરવામાં આવશે. કોરોના નો વધુ ખતરો ધરાવતા દેશોમાંથી જો મહેમાનો આવે તો તેમના માટે 7 દિવસના ક્વોરન્ટીનથી માંડીને તેમની તબિયતનો ખ્યાલ રાખવા ડોક્ટરની ટીમ માટે આરોગ્ય વિભાગનું પણ માર્ગદર્શન મેળવવામાં આવી રહ્યું છે.

આ બધી તૈયારીઓના ભાગરૂપે IPS અને IFS અધિકારીઓની ટીમ તૈયાર કરવામાં આવી છે. આ માટે કુલ 60 જેટલા ઉચ્ચ અધિકારીની વિવિધ 17 કમિટી બનાવી અલગ-અલગ જવાબદારી સોંપી દેવામાં આવી છે. જ્યારે મહેમાનોની સરાભરા માટેની તમામ જવાબદારી સામાજિક ન્યાય અને અધિકારિક વિભાગના મુખ્ય સચિવ સુનયના તોમરને સોંપવામાં આવી છે.

Scroll to Top