‘…નહીંતર મારા આત્માને શાંતિ નહીં મળે’, વૈશાલી ઠક્કરે સ્યુસાઇડ નોટમાં લખી પીડા

ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કર હવે આપણી વચ્ચે નથી. 30 વર્ષની ઉંમરે આ રીતે અલવિદા કહેતી અભિનેત્રીએ બધાને ચોંકાવી દીધા છે. વૈશાલી તો ચાલી ગઇ પણ પાછળ અનેક સવાલો છોડી ગઈ. ઉદાહરણ તરીકે વૈશાલીને કોણ પરેશાન કરતું હતું? વૈશાલીએ પોતાની સુસાઈડ નોટમાં જે વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે તે કોણ છે? જેમ-જેમ મોતનું રહસ્ય ઉકેલાઈ રહ્યું છે તેમ તેમ સવાલોના જવાબ મળી રહ્યા છે. આ અહેવાલમાં આપણે એવા વ્યક્તિ વિશે જાણીએ છીએ જેણે વૈશાલીને આત્મહત્યા કરવા મજબૂર કરી હતી.

વૈશાલીની આત્મહત્યા માટે કોણ જવાબદાર?

વૈશાલી ઠક્કરે સુસાઈડ નોટમાં રાહુલ નામના વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે. રાહુલ દ્વારા વૈશાલીને શારીરિક અને ભાવનાત્મક રીતે હેરાન કરવામાં આવતી હતી. પોલીસને મળેલી ડાયરીમાં વૈશાલી ઠક્કરે તેના માતા અને પિતાની માફી માંગી છે. લખેલું છે કે હું સારી દીકરી ન બની શકી. ડાયરીમાં રાહુલ અને એક દિશા નામની યુવતીનો પણ ઉલ્લેખ છે. ડાયરીના છેલ્લા શબ્દો છે ‘I Quit’.

પોલીસના જણાવ્યા અનુસાર, વૈશાલીએ જે રીતે ડાયરીમાં વસ્તુઓ લખી છે તેના પરથી લાગે છે કે તે પણ ડિપ્રેશનમાં હતી. કેટલાક સમયથી તેને કામ પણ મળતું ન હતું. જો કે આ બાબતો હજુ તપાસનો વિષય છે જેથી પોલીસ હજુ સુધી કોઈ નક્કર તારણ પર પહોંચી શકી નથી. અમે વૈશાલીની આ સુસાઈડ નોટની પુષ્ટિ કરતા નથી.

વૈશાલીએ સુસાઈડ નોટમાં શું લખ્યું?

રાહુલ વિશે વિગતો જણાવતા પહેલા જાણી લો વૈશાલીએ સુસાઈડ નોટમાં શું લખ્યું છે. મેં માતાને છોડી દીધી. લવ યુ પપ્પા મમ્મી મને અફસોસ છે કે હું સારી દીકરી ન બની શકી. મહેરબાની કરીને રાહુલ અને તેના પરિવારને સજા અવપાવજો. રાહુલ અને દિશાએ મને 2.5 વર્ષ સુધી માનસિક રીતે ત્રાસ આપ્યો હતો. નહીં તો મારા આત્માને શાંતિ નહીં મળે. તમને મારા કસમ છે. ખુશ રહો. હું તમને ખુબ જ પ્રેમ કરું છું.

કોણ છે રાહુલ?

વૈશાલીએ તેના મૃત્યુ માટે જેને જવાબદાર ગણાવ્યો છે તેનું નામ રાહુલ નવલાણી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાહુલ વૈશાલીનો પાડોશી છે. જે વ્યવસાયે વેપારી છે. વૈશાલીનું ઘર ઈન્દોરના સાંઈ બાગ કોલોનીમાં છે. પોલીસના જણાવ્યા અનુસાર વૈશાલીએ રાહુલના કારણે જ જીવનનો અંત આણ્યો છે. વૈશાલી જલદી લગ્ન કરવાની હતી. આ દરમિયાન રાહુલ અભિનેત્રીને હેરાન કરતો હતો. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. વૈશાલીની ફ્રેન્ડના કહેવા પ્રમાણે ડિસેમ્બરમાં તેના લગ્ન થવાના હતા. લગ્નના 2 મહિના પહેલા વૈશાલીએ આપઘાત જેવું મોટું પગલું ભર્યું તે ચોંકાવનારું છે. વૈશાલીના આ નિર્ણયથી ટીવી જગતમાં ખળભળાટ મચી ગયો છે.

વૈશાલીએ તેની અભિનય કારકિર્દીની શરૂઆત યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સિરિયલથી કરી હતી. આ પછી તે સસુરાલ સિમર કા, સુપર સિસ્ટર્સ, વિશ યા અમૃત, મનમોહિની 2, રક્ષાબંધન જેવા શોમાં જોવા મળી હતી. વૈશાલીને કરિયરમાં ઊંચે ઊડવું હતું. પરંતુ અફસોસ, તે પહેલા જ વૈશાલીએ પોતાનું જીવન સમાપ્ત કરી લીધું હતું.

Scroll to Top