વજન વધારાના લીધે બોયફ્રેન્ડે કરી લીધું બ્રેકઅપ, ત્યારબાદ ઓછું કર્યું 65 કિલો વજન, હવે દેખાય છે કઈંક આવી…

આ દુનિયામાં ઘણા લોકો એવા છે, જેઓ મેદસ્વીપણાથી સંઘર્ષ કરી રહ્યા છે. શરીરના વજનમાં વધારો થવાને કારણે લોકોને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મેદસ્વીપણાને લીધે શરીર અસુરક્ષિત લાગે છે. બીજી બાજુ, મેદસ્વીપણાને લીધે શરીરમાં અનેક પ્રકારના રોગો પણ ઉભા થાય છે. મેદસ્વીપણાને લીધે ઘણી વખત માણસો શ્રેષ્ઠ તક ગુમાવે છે, જેના કારણે તેમને જીવનભર પસ્તાવો કરવો પડે છે. આવી જ એક વાત એક છોકરીની સાથે બની હતી, જેની સ્ટોરી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

એક રિપોર્ટ અનુસાર આ છોકરીએ મેદસ્વીપણાને કારણે તેના બોયફ્રેન્ડથી બ્રેકઅપ કરી લીધું હતું. બ્રેકઅપ બાદ યુવતી ખૂબ જ દુઃખી હતી. ત્યારપછી તેણે દ્રઢ નિશ્ચય કર્યો કે હવે તેણે પોતાની જાતને ફીટ કરવી પડશે. આ માટે યુવતીએ જ સખત મહેનત કરી હતી અને વજન ગુમાવ્યા બાદ તે એકદમ ફિટ થઈ ગઈ છે.

એક અહેવાલ મુજબ, જોસી નામની યુવતીએ તેના બોયફ્રેન્ડ દ્વારા મેદસ્વીપણાને કારણે બ્રેકઅપ કર્યું હતું. આ બ્રેકઅપ પછી યુવતી ખૂબ જ દુઃખી હતી. આ પછી તેનું બધુ ધ્યાન બોયફ્રેન્ડને પાઠ ભણાવવા માટે ફિટનેસ તરફ હતું. જોસીએ વર્કઆઉટ, ડાયેટિંગ અને વજન કરવાનું શરૂ કર્યું.

એક મુલાકાતમાં જોસીએ કહ્યું હતું કે બ્રેકઅપ પછી તેણે પોતાના વિશે ઘણું વિચાર્યું હતું. તેણી પોતાને ફીટ કરવા માંગતી હતી. જોસીએ ખુલાસો કર્યો કે તે ત્રણ વર્ષના સંબંધમાં હતી પંરતુ જ્યારે તે છૂટી પડી ત્યારે તેણે આ માટે કોઈ કારણ આપ્યું નહોતું. માત્ર એટલું જ કહ્યું કે તે હવે તેની સાથે રહેવા માંગતો નથી. ત્યારબાદ પાછળથી ખબર પડી કે તેણે મેદસ્વીપણા માટે આ કર્યું છે.

જોસી બ્રેકઅપ પછી ઘણી મુશ્કેલીમાંથી પસાર થઈ હતી. આ પછી તેણે પોતાને સુધારવાનું શરૂ કર્યું. બદલાની ભાવનાથી તેણે વજન ઓછું કરવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન તે ફિટનેસ પ્રેમી બની ગઈ હતી. હવે તે પોતાને પ્રેમ કરવાનું શીખી ગઈ છે. બ્રેકઅપ સમયે જોસીનું વજન 137 કિલો હતું. જોકે હાલમાં બે અઠવાડિયા પછી તેણે પોતાને બદલવાની યાત્રા શરૂ કરી છે. વજન ઓછું થતાંની સાથે જ લોકો મિત્રતા માટે હાથ લંબાવી રહ્યા છે. તેણે પહેલા અને હવેના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top