વકીલની કાળી કરતૂત: મહિલાને કેસ બાબતે ઓફીસમાં બોલાવી વકીલે આચર્યું દુષ્કર્મ

અમરેલીમાં એક વકીલની કાળી કરતૂત સામે આવી છે. અમરેલીમાં એક સરકારી વકીલની કથિત બળાત્કારના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. આ વકીલ પર મહિલાને બ્લેકમેઈલ કરવાનો અને તેના પર દુષ્કર્મ આચરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વકીલ દ્વારા અમરેલીમાં પોતાની જ ઓફિસમાં 35 વર્ષની મહિલા પર ઓગસ્ટ મહિનામાં અને 24 ઓક્ટોબર એમ બે વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

પોલીસ મુજબ, આરોપી વકીલ અજય પંડ્યા જ પીડિત મહિલાનો સાવરકુંડલાની કોર્ટમાં કેસ જોઈ રહ્યો હતો. મહિલાને પોતાના કેસના સિલસિલામાં વકીલ અજયને વારંવાર મળવા આવું પડતું હતું. 22 ઓગસ્ટના રોજ વકીલ અજય પંડ્યાએ અમરેલીમાં જિલ્લા પંચાયતની બાજુમાં આવેલી પોતાની ઓફિસ પર થયેલી મીટિંગ દરમિયાન મહિલા પર કથિત રીતે દુષ્કર્મ આચર્યું હતું અને આ સમગ્ર ઘટનાનો છૂપાઈને વીડિયો પણ ઉતારી લીધો હતો.

ત્યાર બાદ 24 ઓક્ટોબરના જ્યારે વકીલ અજયે બોલાવી ત્યારે મહિલા ફરી તેની ઓફિસ ચાલી ગઈ હતી. પીડિતા જ્યારે વકીલની ઓફિસ પહોંચી તો તેની પાસે અજય પંડ્યાએ શારીરિક સંબંધ બાંધવા માટે માગણી કરી હતી. જ્યારે મહિલાએ ઇનકાર કર્યો તો અજયે તેમની અગાઉની મીટિંગ દરમિયાન ઉતારી લીધેલો વીડિયો દેખાડ્યો હતો. ત્યાર બાદ વકીલ અજયે મહિલાને ધમકી આપીને જણાવ્યું કે, જો તે શારીરિક સંબંધ બાંધવાની માગણી પૂરી નહીં કરે તો આ વીડિયો ઈન્ટરનેટ પર મૂકીને વાયરલ કરી નાખીશ. ત્યાર બાદ ફરી એક વખત મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું.

પીડિત મહિલા દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું હતું કે, જ્યારે તે વકીલની ઓફિસમાં ગઈ હતી ત્યારે અજય પંડ્યાએ બહાર એક મહિલાને ઉભી રાખી હતી કે જેથી કોઈ બહારથી અચાનક અંદર આવી ના જાય.

આ બાબતમાં અમરેલી શહેર પોલીસના ઈન્સ્પેક્ટર એજે ચૌધરી દ્વારા કહેવામાં આવ્યું છે કે, “મહિલાની ફરિયાદના મુજબ સરકારી વકીલ સામે ગુનો નોંધીને તપાસ શરુ કરવામાં આવી છે. તેની સાથે વકીલની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.

Scroll to Top