ગુજરાતી વેપારીએ પત્નીનું અધુરૂ સપુનું પૂર્ણ કર્યું, મોરારીબાપુ પણ થઇ ગયા ખુશ

આજે વેલેન્ટાઇન ડે છે અને આજના સમયમાં યુવાનો પોતાના પ્રેમને પોતાની પ્રેમીકાઓ સામે વ્યક્ત કરે છે ત્યારે આજે અમે તમને જણાવવવા જઇ રહ્યા છે એક અમર પ્રેમની કહાની, જેના વિશે જાણી તમે દંગ રહી જશો. આ પ્રેમ કહાની ગુજરાતના એક કાપડ વેપારીની છે જેમણે પોતાની પત્ની માટે એ હદે પ્રેમ હતો કે તેમની યાદમાં એક મંદિરમાં સ્થાપી દીધુ. સાથે જ ગરીબો માટે નિ:શુલ્ક જમવાનું અને વૃદ્ધાશ્રમ બનાવ્યું. પત્નીની યાદમાં આ કાપડ વેપારીએ 2 કરોડ રૂપિયા ખર્ચ કર્યા અને પોતાની પત્નીનું અધુરૂ સપુનું પૂર્ણ કર્યું.

ગુજરાતના કાપડના વેપારીની પ્રેમ કહાની

મૂળ સુરેન્દ્રનગરના ખોડુ ગામના વતની લાલારામે પોતાની પત્ની લલિતાબહેનની યાદમાં આખી દુનિયા યાદ કરે તેવું કામ કર્યું છે. લલિતાબહેને પોતાના નિધન પહેલા લાલારામને સમાજના લોકો, ગરીબો અને અનાથની સેવા કરવા માટે કહ્યું હતું. જોકે પોતાની પત્નીના નિધન બાદ લાલારામે પત્નીની યાદમાં સુરેન્દ્રનગરના દૂધરેજ-ખોડુ રોડ પર વૃદ્ધાશ્રમ બનાવ્યો અને એમાં લલિતાબહેનની આબેહૂબ મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરી.

2 કરોડ રૂપિયાનો ખર્ચે કર્યો

લાલારામે પત્નીની અધૂરી ઇચ્છા પૂરી કરવા સુરેન્દ્રનગરના ખોડુ ગામ નજીક જમીન રાખી હતી. એમાં અઢી વર્ષ કન્સ્ટ્રક્શન ચાલ્યું અને 3 વર્ષમાં અંદાજે 2 કરોડ રૂપિયાના ખર્ચે વૃદ્ધાશ્રમ બનીને તૈયાર થયું. એ વખતે ખુદ મોરારિબાપુએ અહીં આવીને લલિતાબહેન વૃદ્ધાશ્રમનું ઉદઘાટન કર્યું હતું.

જણાવી દઇએ કે, આ વૃદ્ધાશ્રમમાં અત્યારે 30થી વધુ વૃદ્ધ લોકો રહે છે, જેમની પાસે અમે એકપણ રૂપિયો ફી લેવામાં આવતી નથી. દરેકને સવારે નાસ્તો, બપોર અને સાંજે જમવાનું આપવામાં આવે છે. આ ઉપરાંત કોઈ વૃદ્ધ બીમાર પડે તો તેમની દવા પણ અમે ફ્રીમાં કરવામાં આવે છે.

Scroll to Top