ધન્ય છે માનવતાને.. ઘાયલ વાંદરાને મોઢામાં શ્વાસ આપીને આ શખ્સે કર્યો જીવિત, જુઓ આ Video…

આજની ભાગદોડ વાળી જિંદગીમાં રસ્તામાં આપણે કાંઈ પણ થાય તો પણ લોકો તેમના કામમાં વ્યસ્ત રહે છે ત્યારે ઘણા લોકો મદદ માટે દોડી આવતા હોય છે. જે આજે લોકો માણસો પણ માણસને કામ આવતા નથી ત્યારે એક શખ્સે એક રસ્તામાં ઘાયલ પડેલ વાંદરાને મદદે દોડી આવ્યો હતો અને આ વાંદરાને તેને તકનીકથી તેને જીવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. જે પેરામ્બલૌર (Perambalur) ના એક 38 વર્ષીય વ્યક્તિએ ઘાયલ વાંદરાને મોઢામાં શ્વાસ આપીને જીવિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

જો કે આ શખ્સે આ વાંદરાને જીવિત કરવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા બાદમાં તેને અંતે આ વાંદરાના મોઢામાં પોતાના મોં નો શ્વાસ આપવાનો પ્રયાસ કર્યો હતો, બાદમાં તેની આ મહેનત રંગ લાવી હતી અને અચાનક ચમત્કાર થયો ને આ ઘાયલ વાંદરો જીવિત થઇ ગયો હતો. જે આ ઘાયલ વાંદરાને જીવિત થતા આ શખ્સ પણ રાજી થઇ ગયો હતો અને તેની સાથે હાજર લોકો પણ આનંદિત થઇ ગયા હતા.

આ માનવતાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. રિપોર્ટ અનુસાર આ વીડિયો 9 ડિસેમ્બરનો છે. જો કે આ વાયરલ વીડિયો તમિલનાડુનો હોવાનો જણાવવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં એક માણસ સીપીઆર દ્વારા વાનરનો જીવ બચાવવાનો પ્રયાસ કરે છે અને તેને સફળતા પણ મળે છે.

જુઓ અહીં Video:

જો કે આ શખ્સ ડ્રાઇવર તરીકે કામ કરે છે અને તે આ દરમિયાન તેના કેટલાક મિત્રો સાથે બહાર ફરવા નીકળ્યો હતો. જ્યાં રસ્તામાં તેણે તેની કાર એક જગ્યાએ પાર્ક કરી. ત્યાં જ તેને આ કૂતરાના હુમલાથી ઘાયલ વાંદરો બેહોશ થઈ ગયો હતો. ત્યારબાદ શખ્સ આ વાંદરાને CPR આપવા લાગે છે. અને વાંદરાની છાતીને જોરથી દબાવે છે અને મોંમાંથી હવા પણ આપે છે. ત્યારબાદ તે તેના આ પ્રયાસમાં સફળ પણ થાય છે.

આ માણસને હીરો ગણાવવામાં આવ્યો છે. આ વાંદરાને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો અને બાદમાં તેને વન વિભાગના અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો. જોકે સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે વાનર બીજા દિવસે હોસ્પિટલમાં મૃત્યુ પામ્યો હતો. જેને લઈને ભારતીય વન સેવા અધિકારી સુધા રામેને તેમના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરીને જણાવ્યું હતું કે “દુર્ભાગ્યે આ વાનર બીજા દિવસે મૃત્યુ પામ્યો હતો.

જો તમારી આસપાસ પણ આવો બનાવ બને છે તો તમે કોઈપણ પ્રાણી બચાવ માટે હંમેશા સ્થાનિક વન વિભાગ ફાયર અથવા પોલીસનો સંપર્ક જરૂર કરો.

Scroll to Top