ઘણા ટીવી શો અને હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી આમના શરીફ લગભગ 6 વર્ષ પછી શોમાં પાછા ફરવા જઇ રહી છે. તે એકતા કપૂરના લોકપ્રિય ટીવી શો કસૌટી જિંદગી કી માં કોમોલિકાની રોલમાં જોવા મળશે.
એના પહેલા અભિનેત્રી હિના ખાન કોમોલિકાની રોલમાં કરી રહી હતી. પરંતુ તેણે કોઈ કારણસર આ શો છોડવો પડ્યો હતો. આ પછી ચાહકોને એક મોટો ઝટકો લાગ્યો હતો કારણ કે ચાહકોએ હિનાને વેમ્પની રોલમાં ફેન્સએ હિનાને પસંદ કરવા લાગ્યા હતા. હિનાએ શો છોડ્યા બાદ ચાહકોમાં એ જાણવા માટે ઉત્સુકતા વધી ગઈ હતી કે હિના પછી કોમોલિકાની રોલ કોણ નિભાવશે. તે જગ્યાએ કોણ ફિક્સ થશે.
આ ઉત્સુકતા પણ શાંત થઈ જ્યારે શોના મેકર્સ જ નવી કોમોલિકા એટલે કે આમના શરીફ સાથે શોનો પ્રોમો કર્યો. આમના લૂક અને એક્ટથી બધાને એપ્રેસન કર્યા.
પોતાની ભૂમિકા વિશે વાત કરતા આમના શરીફે કહ્યું ઉર્વશી ધોળકિયા અને હિના ખાને કોમોલિકાના પાત્રને ખૂબ જ લોકપ્રિય બનાવ્યું છે. પરંતુ મને એકતા કપૂર પર પૂરો વિશ્વાસ છે અને મને સહી કરવાના તેના નિર્ણય પર હું સવાલ ઉઠાવવા માંગતી નથી. હું નથી ઈચ્છતી કે તેણે એવું વિચારે કે તેણે મને કોમોલિકાની ભૂમિકા માટે શા માટે સહી કરી. હંમેશાં સરખામણી કરવામાં આવશે પરંતુ હું જુદી દેખાવાની પ્રયત્ન કરીશ. મેં હજી સુધી કસોટી જિંદગી કે જોઇ નથી કારણ કે હું કોમોલિકાને મારી પોતાનો રંગ અને ફેંલેવર આપવા માંગું છું.
આ શોમાં તેના લુક વિશે વાત કરતા આમના શરીફે કહ્યું મારો લુક ખૂબ સ્ટાઇલિશ છે અને દરેક લુક પર ખાસ કરીને જ્વેલરી પર ઘણું કામ કરવામાં આવ્યું છે. ચાહકો વિચાર્યું પણ ન હતું કે તેઓ મને આ અવતારમાં જોશે પરંતુ હું કોમોલિકા રોલ ભજવવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.
તમને જણાવી દઈએ કે આમના એક્ટિંગ શરીફે પોતાના બાળકની સંભાળ રાખવા 6 વર્ષનો વિરામ લીધો હતો. પરંતુ હવે તે તેના કમબેકની તૈયારી કરી રહી છે અને આશા છે કે કોમોલિકાના પાત્રમાં ચાહકો ચોક્કસપણે તેને પસંદ કરશે.