દેવામાં ડૂબેલી અનિલ અંબાણીની કંપની રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ (RNEL) હવે મુંબઈના ઉદ્યોગપતિ નિખિલ વી. મર્ચન્ટના નામે થવાની છે. હરાજીની પ્રક્રિયામાં, આ ઉદ્યોગપતિઓ સૌથી વધુ બોલી લગાવનારને હસ્તગત કરવાની રેસમાં સૌથી આગળ નીકળી ગયા. RNEL ને મૂળ સ્વરૂપે પિપાવાવ શિપયાર્ડ (Pipavav Shipyard) ના નામે ઓળખવામાં આવે છે.
સૂત્રોએ બિઝનેસ ટુડેને જણાવ્યું છે કે, નિખિલ મર્ચન્ટ અને તેના ભાગીદારો દ્વારા તેમના પાર્ટનર્સ તરફથી સમર્થિત હેઝલ મર્કેન્ટાઇલ પ્રાઇવેટ લિમિટેડ (Hazel Mercantile Pvt Ltd) એ ત્રીજા રાઉન્ડ દરમિયાન સૌથી મોટી બોલી લગાવી, જે બીજા કરતા સૌથી વધુ છે.
RNEL પર 12,429 કરોડ રૂપિયાનું દેવું: કમિટી ઑફ ક્રેડિટર્સ (COC) એ ગયા મહિને હરાજીની પ્રક્રિયામાં ભાગ લઇ રહેલ કંપનીઓ સાથે વાતચીત કરીને વધુ મોટી ઑફર્સની માંગણી કરી હતી, ત્યારબાદ હેઝલ મર્કેન્ટાઇલે શિપયાર્ડ માટે તેમની બોલીને સુધારીને 2700 કરોડ રૂપિયા કરી દીધી છે, પહેલા તેને 2,400 કરોડ રૂપિયાની ઓફર કરી હતી.
IDBI બેંક (IDBI) રિલાયન્સ નેવલની લીડ (મુખ્ય) બેંકર છે. શિપયાર્ડને ગયા વર્ષે જાન્યુઆરીમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)માં લઈ જવામાં આવ્યું હતું, જેથી બાકી લોનની વસૂલાત કરવામાં આવી શકે. રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ પર લગભગ 12,429 કરોડ રૂપિયાનું દેવું છે.
RNEL પર 10 મોટા કર્જદારો (ઋણધારકો) માં ભારતીય સ્ટેટ બેંક ના રૂ. 1,965 કરોડ રૂપિયાનું દેવું છે, જ્યારે યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાનું લગભગ 1,555 કરોડ રૂપિયાનું દેવું છે.
ત્રણ કંપનીઓએ લગાવી હતી બોલી: હકીકતમાં, પાછલા દિવસોમાં અનિલ અંબાણીની આ કંપની માટે ત્રણ બિડ (બોલિયો) મળી હતી, જેમાંથી એક દુબઈમાં આવેલ NRI સમર્થિત કંપની હતી, જેણે માત્ર 100 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. જયારે 400 કરોડ રૂપિયાની બીજી બોલી ઉદ્યોગપતિ નવીન જિંદાલની કંપની દ્વારા લગાવવામાં આવી હતી.
નોંધનીય છે કે, RNEL નું પહેલું નામ રિલાયન્સ ડિફેન્સ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ હતું. અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપે 2015માં પીપાવાવ ડિફેન્સ એન્ડ ઑફશોર એન્જિનિયરિંગ લિમિટેડને હસ્તગત કરી હતી. બાદમાં તેનું નામ બદલીને રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ (RNEL) કરી દેવામાં આવ્યું હતું.