વીર શહિદ હરીશ પરમારનું કોલ રેકોર્ડિંગ થયું વાયરલ, મીડિયા જોડે તેમના ભાઈએ કરી હતી આ વાત…

ગુજરાતના પુત્ર હરીશ પરમાર વિશે તમે જરૂર જાણતા જ હશે જે સરહદ પર શહીદ થઈ ગયા છે ઘણા દિવસોથી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં આ બાબતને લઈને આઘાતજનક વાતાવરણ ફેલાયેલ છે અને ગઈકાલના શહીદ હરીશ પરમારના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા. જેમાં લોકો લાખોની સંખ્યામાં પહોંચ્યા હતા અને તેના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયા હતા.

તેમ છતાં અત્યારના સમયમાં સોશિયલ મીડિયા પર એક ઓડિયો વાયરલ થયો છે અને આ વાયરલ ઓડિયો શહીદ હરીશ પરમારના ભાઈનો હોવાનું સામે આવ્યું છે. જ્યારે કોલ રેકોર્ડિંગનો આ ઓડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમાં આપણે હરીશ ભાઈના મૃતદેહના આગમન અંગેની વાતચીત સાંભળી શકીએ છીએ જે તેમના ભાઈ દ્વારા સંબંધિત અધિકારીઓ સાથે પૂછાઈ હતી.

જ્યારે આ રેકોર્ડિંગ અનુસાર હરીશભાઈના ભાઈને મીડિયાવાળા ભાઈ પૂછી રહ્યા હતા કે, શું આજે તેમના ભાઈનો મૃતદેહ આવશે જવાબમાં તેઓ જણાવે છે કે હજી સુધી સમાચારની પુષ્ટિ કરવામાં આવી નથી અને સોશિયલ મીડિયા પર આ વિશે કશું કહેશો નહીં કેમકે સમાચાર નિશ્ચિત નથી પરંતુ જ્યારે તે સમાચાર આવશે ત્યારે અમે તમને તેના અંગે જણાવીશું.

તેની સાથે આ રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર શેર કરાયું છે અને સ્વર્ગસ્થ પ્રિય શહીદ સૈનિક હરીશ ભાઈ પરમાર વિશેના સમાચાર સાંભળીને લોકો ખૂબ ભાવુક થયા અને લોકોએ સોશિયલ મીડિયા દ્વારા તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. જ્યારે આ રીતે તેમના ભાઈ પણ ઘણા દુઃખી જોવા મળ્યા હતા ભગવાને પ્રાર્થના કે તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની તમને શકતી આપે.

Scroll to Top