ફિલ્મ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા અનુપમ શ્યામનું 63 વર્ષની ઉમરે દુઃખદ અવસાન

ફિલ્મ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા અનુપમ શ્યામનું 63 વર્ષની ઉમરે દુઃખદ અવસાન નીપજ્યું છે. તેઓ લાંબા સમયથી કિડનીની બીમારીનો સામનો કરી રહ્યા હતા. મુંબઈની લાઇફ લાઇન હોસ્પિટલમાં તેમને સારવાર હેઠળ દાખલ કરવાં આવ્યા હતા. સીરીયલ ‘મન કી આવાઝ પ્રતિજ્ઞા’ થી ઠાકુર સજ્જન સિંહનો રોલ ભજવી તેમને લોકોના દિલમાં રાજ કર્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર તેમના શરીરના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી નાખ્યું હતું. ટીવી સીરિયલ ‘પ્રતિજ્ઞા’ માં ઠાકુર સજ્જન સિંહનું પાત્ર ભજવીને તેઓ ઘરે-ઘરે લોકપ્રિય થઈ ગયા હતા.

અનુપમ શ્યામ ઓઝા છેલ્લા વર્ષથી કિડનીની બીમારી સામે લડી રહ્યા હતા. તેઓ આઈસીયુમાં હતા અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમનું મલ્ટી ઓર્ગન ફેલ્યરને કારણે મોત નીપજ્યું હતું.

તેની સાથે તેમને હિન્દી ફિલ્મોમાં શક્તિ, હલ્લાબોલ, રક્તચરિત, પરજાનિયા, દાસ કેપિટલ, પાન સિંહ તોમર, હજાર ચોરાસી કી મા, દુશ્મન, સત્યા, દિલ સે, કચ્ચે ધાગે, તક્ષક, બવંડર, નાયક, લગાન, કસૂર જેવી ચર્ચિત ફિલ્મોમાં કામ કરેલ હતું.

તેની સાથે અનુપમ શ્યામનો જન્મ 20મી સપ્ટેમ્બર 1957માં ઉત્તરપ્રદેશના પ્રતાપગઢમાં થયેલ હતો. ત્યાર બાદ લખનૌના ભારતેન્દુ નાટ્ય અકાદમીમાંથી તેમણે થિયેટરનું શિક્ષણ મેળવ્યું હતું. પછી તેમણે દિલ્હી સ્થિત શ્રીરામ સેન્ટર રંગમંડળમાં કામ કર્યું હતું. ત્યાર બાદ તેઓ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં જોડાઈ ગયા હતા.

Scroll to Top