વ્હાલી દીકરી યોજના વિશે તમામ માહિતી ખાસ વાંચો અને શેર કરજો

ગુજરાતનાં નાણામંત્રી શ્રી નીતિનભાઈ પટેલએ ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કર્યું,આ બજેટમાં સૌથી વધુ ચર્ચામાં જે લાભની સ્કીમ છે તે છે વ્હાલી દીકરી માટેની સરકારી યોજના.છેલ્લા ઘણા વર્ષોથી સરકારો હવે ઘટતી જતી કન્યાઓની સંખ્યા માટે જાગૃત બની છે, ગુજરાતની બાજુમાં આવેલ રાજ્ય મધ્યપ્રદેશમાં પણ કમલનાથ સરકાર બનતાની સાથે જ દીકરીઓના કન્યાદાનની રકમ 25000થી સીધી 51000 કરી ઉપરાંત કન્યા શિક્ષણ માટે પણ કદમ ઉઠાવ્યા ત્યારે ગઇકાલના બજેટમાં સરકારે જે સ્કીમની વાત કરી તેની આજે વાત કરીએ.

ગુજરાત સરકારમાં આમ તો છોકરીઓ માટે ઘણી સ્કીમો છે, ઉપરાંત કેન્દ્રની મોદી સરકાર પણ દીકરીઓના વિકાસ માટે કટ્ટીબ્ધ છે.ગુજરાતમાં પહેલાથી જ કન્યાશિક્ષણ મફત છે, આ ઉપરાંત છોકરીઓના લગ્ન વખતે ગુજરાત સરકાર તરફથી કુંવરબાઈનું મામેરું નામની સ્કીમનો લાભ આપવામા આવે છે ત્યારે આજે જે જાહેરાત કરી જેના લાભ નીચે મુજબ મળશે.

દીકરીઓન જન્મદરમાં વધારો કરવા,તેઓની આર્થિક-સામાજિક સ્થિતિ મજબૂત કરવા,શિક્ષણમાં ડ્રોપઆઉટ રેટ ઘટાડવા તેમજ બાળ-લગ્ન અટકાવવાના હેતુથી રાજ્ય સરકારે જાહેર કરી “વ્હાલી દીકરી”દીકરીને હજુ પણ અમુક સમાજ ભણાવતા નથી જેથી તેઓ ભણાવતા થાય.આર્થિક લાભ માટે,તો પણ દીકરીઓ ભણી શકે તે હેતુથી સરકારે શરૂ કરેલ છે આ યોજના.

જેથી દીકરી પ્રથમ ધોરણમાં પ્રવેશે ત્યારે તેને 4000₹આપવામાં આવશે,જે બાદ દીકરી ભણીને આગળ 9માં ધોરણમાં પ્રવેશે ત્યારે 6000 રૂપિયા સરકાર તરફથી આપવામાં આવશે.અને દીકરી 18વર્ષની થાય ત્યારે રાજ્યસરકાર તરફથી 1 લાખ રૂપિયા₹ આપવામાં આવશેહવે આ સ્કીમનો લાભ કોને મળશે?આ સ્કીમનો એ તમામ ગરીબ-મધ્યમ પરિવારોને મળશે જેમને દીકરી છે, પરંતુ જો તેમના પરિવારની આવક 2લાખ રૃપિયાથી ઓછી હશે તો જ આ મળશે.

આ સ્કીમથી ફાયદો કોને?ગરીબ,મધ્યમવર્ગ, ને આ સ્કીમનો સૌથી મોટો ફાયદો જોવા મળશે કેમ કે આમાંથી અમુક મોટાભાગના લોકો પોતાની દીકરીને ભણાવતા નથી જેથી તેઓ આર્થિક લાભ માટે ભણાવતા થશે,ઉપરાંત 18વર્ષે જે રકમ આવશે તે દીકરીઓના લગ્ન માટે પણ કામ આવશે,અથવા વધુ આગળ ભણવા માટે પણ કામ આવશે.ક્યારે ચાલુ થશે યોજના?આ યોજનાનો અમલ આમતો ચાલુ વર્ષે થશે તેમ સરકારનું અને અધિકારીઓનું કહેવું છે, જો ચાલુ વર્ષે આ લાભ મળવાના ચાલુ થાય તો ગુજરાતના આશરે 70%થી વધુ કુટુંબ ને આનો લાભ મળશે.

તો તમે શેર કરીને કોઈ દીકરીની મદદ માટે મદદરૂપ થઈ શકો છો,અને હા તમારા આજુ બાજુ વસતા ગરીબ બાળકીઓને લાભ મળે એની પણ સેજ તકેદારી રાખજો..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top