હવે સરકાર ની વહાલી દીકરી યોજના હેઠળ ગુજરાત ની દરેક દીકરીને મળશે 1 લાખ 10 હજાર રુપિયા રોકડા.. જાણો કેવી રીતે અરજી કરીને મળશે આ નો લાભ નમસ્કાર મિત્રો, આજે આપણે ખુબ જ ઉપયોગી એવી ભારત સરકાર ની નવી વ્હાલી દીકરી યોજના વિષે વાત કરીશુ.આ લેખ માં આપણે આ યોજના ને લગતા સમગ્ર મુદ્દાઓ વિષે ચર્ચા કરીશુ. તો મિત્રો આવી શરુ કરીએ.ગુજરાત સરકાર વહાલી દિકરી યોજના માટે અરજી ફોર્મ ઓનલાઇન ભરવા માટે , વહાલી દિકરી યોજના હેઠળ લગ્ન અને ઉચ્ચ શિક્ષણ માટે 1 લાખ 10 હજાર રુપિયા મેળવવા માટે આ રીતે અરજી કરો.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યની કન્યાઓ માટે વહાલી દિકરી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ વહાલી દિકરી યોજના અંતર્ગત રાજ્ય સરકાર શિક્ષણ પ્રોત્સાહન આપવામાં આવશે. જ્યારે છોકરી 18 વર્ષની થાય ત્યારે પૂરી રકમ આપવામાં આવશે. સહાય મેળવવા માટે વહાલી દિકરી યોજનાના નોંધણી ફોર્મ ભરવાના ચાલુ છે. રાજ્ય સરકાર દ્વારા લિંગ રેશિયો માં સુધારો લાવવા માટે આ યોજનાની 2019 માં શરૂઆત કરવામાં આવી હતી. હાલમાં 1000 છોકરાઓ દીઠ 883 છોકરીઓ છે. વહાલી દિકરી યોજના હેઠળની રકમ લગ્ન અને ઉચ્ચ શિક્ષણ માટે આપવામાં આવશે. તાજેતરના ગુજરાત બજેટ 2019-20 માં રાજ્ય સરકાર દ્વારા રૂ. 133 કરોડ ની રકમ વહાલી દિકરી યોજના હેઠળ ફાળવવામાં આવી છે.
કુટુંબની પહેલી અને બીજી દિકરીઓને રકમ આ રીતે આપવામાં આવશે.આ યોજના હેઠળ દીકરી ને 1 લાખ 10 હજાર રુપિયા ત્રણ તબક્કા માં આપવામાં આવશે. જ્યારે દીકરીને પહેલા ધોરણ માં મુકવામાં આવશે ત્યારે તેને રૂપિયા 4000 રોકડા આપવામાં આવશે. ત્યારબાદ બીજા તબક્કા માં એટલે કે દીકરી 9 માં ધોરણ માં આવશે ત્યારે તેને 6000 રૂપિયા આપવામાં આવશે. હવે વાત કરીએ અંતિમ તબક્કાની તો.
જ્યારે છોકરી ની ઉંમર 18 વર્ષ થાય ત્યારે તેને 1 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવશે.
આ રૂપિયા 18 વર્ષે એટલા માટે આપવામાં આવે છે કારણ કે, છોકરી ના લગન નો ભાર તેના પિતા ઉપર ના પડે અને એ સરકારી રકમ માંથી લગ્ન નો ખર્ચ નીકળી જાય વળી આ યોજનાથી બાળકીઓમાં નાની ઉંમરે શિક્ષણ છોડવાના દરમાં ઘટાડો થશે અને બાળલગ્ન થતા પણ અટકી જશે કરણ કે આ યોજના હેઠળ 18 વર્ષ ની ઉંમરે જ રકમ આપવામાં આવે છે.
આ યોજના છોકરીઓના જન્મ દરમાં સુધારો લાવવાની છે અને સમાજમાં છોકરીઓની સામાજિક-આર્થિક સ્થિતિને મજબૂત કરવાની છે. બધા અરજદારોએ વહાલી દિકરી યોજના માટે પાત્ર બનવા માટે આ પ્રમાણેના પાત્રતાના માપદંડને પૂર્ણ કરવા આવશ્યક છે. અરજદાર ગુજરાત રાજ્યની કાયમી રહેવાસી હોવી આવશ્યક છે.
છોકરી ગરીબ કુટુંબની હોવી જોઈએ અને તેના કુટુંબ ની વાર્ષિક આવક 2 લાખથી ઓછી હોવી જોઈએ. તો મિત્રો આ હતી યોજના ને લગતી સંપૂર્ણ માહિતી, જો આ વિડિઓ તમને ગમી હોઈ તો સેર કરવાનું ભૂલશો નહિ કે જેથી કરી ને તમારા નજીક ના મિત્રો તથા સબંધીઓ પણ આ યોજના નો લાભ ઉઠાવી શકે. હવે અમને રજા આપો મિત્રો ખુબ જ જલ્દી આપણી સમક્ષ હાજર થયીસુ અને આવી બીજી ઘણી બધી યોજનાઓ વિષે તમને માહિતગાર કરીશુ. મિત્રો, તમારે કોઈ પણ સરકારી યોજના કે અગત્યની કોઈ પણ માહિતી વિષે જાણવું હોઈ તો, નીચે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો, અમે એ યોજના વિષે વિસ્તૃત માં ચર્ચા કરીશુ અને તેનો લાભ દેશ વાશીઓ સુધી પહોચાડીશુ.