અમદાવાદનો વિચિત્ર કિસ્સો, પ્રેમીકા દ્વારા પ્રેમીને ઠુકરાવતા પ્રેમીએ અંગત પળોની તસ્વીરો કરી વાયરલ

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

અમદાવાદની એક વિચિત્ર ઘટના સામે આવી છે. યુવતીના પૂર્વ પ્રેમીની વિચિત્ર હરકત સામે આવી છે. પૂર્વ પ્રેમીએ યુવતી સાથે બાંધેલા શારીરિક સંબંધના ફોટો અને વિડીયો મોકલી યુવતીને બદનામ કરવાનું કામ કર્યું છે. યુવકે તેના સબંધીઓને ટેલિગ્રામથી ફોટો અને વિડીયો મોકલી દીધા હતા. યુવતીની માતાને જાણ થતા આ બાબતમાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી દીધી હતી.

અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં રહેનારી 19 વર્ષીય યુવતીને એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. બંનેની વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયેલા હતા. ત્યાર બાદ યુવતીએ યુવક સાથે ટકરાર થતા સંબંધ તોડી નાંખ્યા હતા. યુવતીના પ્રેમસંબંધ તોડી નાંખતા યુવક ગુસ્સામાં આવી ગયો હતો. જેના કારણે યુવકે ગુસ્સે થઈને પ્રેમિકાના અશ્લીલ ફોટા અને વીડિયો વાયરલ કરી દીધા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના પોશ વિસ્તારમાં રહેનારી યુવતી બીએના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. તેને એક યુવકની સાથે પ્રેમ થયો હતો. આ દરમિયાન બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાઇ ગયા હતા. આ દરમિયાન યુવકે પ્રેમિકાના અશ્લીલ ફોટા પાડ્યા હતા. તેમ છતાં થોડા સમય બાદ યુવતીને પ્રેમી સાથે ટકરાર થઈ ગઈ તો તેને સંબંધોને તોડી નાખ્યા હતા. પ્રેમિકા દ્વારા સંબંધ સમાપ્ત કરતા યુવકે યુવતીના અશ્લીલ ફોટોસ ફેક મોબાઇલ નંબર દ્વારા વાયરલ કર્યા હતા. જ્યારે આ બાબતની યુવતીની માતાને જાણ થઈ હતી. ત્યાર બાદ માતાએ યુવક વિરૃદ્ધ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી દીધી હતી.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો