પત્ની કેટરિના સાથે વેકેશન સેલિબ્રેટ કરી રહેલા વિકીએ બતાવ્યા નો ફિલ્ટર ફોટોઝ, ચાહકોને ખૂબ પસંદ આવ્યો આ નજારો

બોલિવૂડ એક્ટર વિકી કૌશલ અને કેટરિના કૈફ ડિસેમ્બરમાં તેમના લગ્ન બાદથી તેમની ફિલ્મોમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં હવે સમય મળતા જ આ કપલ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યું છે. વિકી કૌશલ અને કેટરિના હાલમાં એકબીજા સાથે છે અને કુદરતી દ્રશ્યો વચ્ચે સમય વિતાવી રહ્યા છે.

સિક્રેટ હોલિડે ડેસ્ટિનેશન

વિકી કૌશલે આ વેકેશનના તેના નો ફિલ્ટર ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે શેર કર્યા છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વિકી અને કેટરિના એકસાથે ક્યાં ફરવા ગયા છે તે અંગે કોઈને કોઈ સમાચાર નથી. બંનેએ તેમના હોલિડે ડેસ્ટિનેશનને અત્યાર સુધી ગુપ્ત રાખ્યું છે. જો કે, વિકીની આ તસવીરોમાં એક સુંદર દ્રશ્ય કેદ થયું છે.


વિકીએ સુંદર નજારો બતાવ્યો

આ દ્રશ્ય જોયા પછી સ્પષ્ટ થાય છે કે આ કપલ કોઈક શાંતિપૂર્ણ સ્થળ પર દરિયા કિનારે એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યું છે. જ્યારથી વિકીની આ તસવીરો સામે આવી છે ત્યારથી ચાહકો તેની અને કેટરિનાની તસવીરો શેર કરવાની માંગ કરી રહ્યા છે.

બિકીની પહેરીને પતિ સાથે રોમેન્ટિક થઈ કેટરિના

આ પહેલા કેટરિનાકૈફે તેની હોલિડેની ત્રણ તસવીરો શેર કરી હતી. એક તસવીરમાં કેટરિના બિકીની પહેરેલી જોવા મળે છે અને વિકી કૌશલ તેના ખોળામાં માથું રાખીને સૂતો જોવા મળે છે. બીજી તસવીરમાં કેટરિનાબોટ પર પોઝ આપતી જોવા મળી હતી. જ્યારે ત્રીજી તસવીરમાં કેટરિનાએ ઝૂંપડીની તસવીર શેર કરી છે. આ ઝૂંપડીની આસપાસ એટલી હરિયાળી છે કે નજારો ખૂબ જ સુંદર લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)

રોમેન્ટિક કેમેસ્ટ્રી માટે પ્રખ્યાત

તમને જણાવી દઈએ કે વિકી કૌશલ અને કેટરિના કૈફ તેમના લગ્ન બાદથી જ તેમની રોમેન્ટિક કેમિસ્ટ્રીને લઈને છવાયેલા છે. ઘણીવાર, બંને એકબીજા સાથે એક કરતા વધુ સુંદર તસવીરો શેર કરે છે, જ્યારે ઘણીવાર તેઓ ઘરની બહાર ફરતા પણ જોવા મળે છે.

Scroll to Top