Viral

આ હરણે કરી એવી ચાલાકી કે લોકો અચંબિત થઈ ગયાઃ જૂઓ વિડીયો…

જંગલમાં રહેનારા કેટલાક જાનવર એવા હોય છે કે તેમને ક્યારે સિંહ, ચિત્તા અને અન્ય હિંસક પ્રાણીઓનો શિકાર થવું પડે છે. ત્યારે આવા સમયે તે પોતાનો જીવ બચાવવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર થઈ જાય છે. જંગલમાં મોટાભાગે હરણ આ જાનવરોનું શિકાર થતું હોય છે. ત્યારે આવા સમયે એક હરણે પોતાનો જીવ બચાવવા માટે મરવાનું નાટક કર્યું અને જેવો મોકો મળ્યો કે તરત જ આ હરણ ફરાર થઈ ગયું.

https://twitter.com/darksidenatures/status/1419236589620760582?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1419236589620760582%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fzeenews.india.com%2Fhindi%2Foff-beat%2Fvideo-deer-escapes-from-death-in-jungle-fooled-the-cheetah-wolf%2F951171

સોશિયલ મીડિયા પર એક જોરદાર વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જોઈ શકાય છે કે, હરણ જમીન પર સૂઈને મરવાની એક્ટિંગ કરે છે અને ચીત્તો તેને ખાવાની તૈયારીમાં જ હોય છે ત્યાં જ ત્યાં હાયના આવી પહોંચે છે. ચીત્તાને હાયના ત્યાંથી ખદેડી દે છે અને હરણને ખાવા જાય છે ત્યાં તક મળતા જ હરણ ભાગી જાય છે.

હરણની આ ચાલ જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયોને ધ ડાર્ક સાઈડ ઓફ નચર નામના એક અકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વિડીયોને શેર કરતા કેપ્શન લખવામાં આવ્યું છે કે, ઓસ્કર અવોર્ડ વિજેતા હરણ… ટ્વીટર પર આ વિડીયોને 6 લાખ 45 હજાર વાર જોવાયો છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker