હેતાય પ્રાંતઃ તુર્કી અને સીરિયામાં વિનાશકારી ભૂકંપ (તુર્કી-સીરિયા અર્થક્વેક)માં જ્યાં ભારે જાનહાનિ થઈ છે, ત્યાં જ આશ્ચર્યજનક સારા સમાચાર પણ સામે આવી રહ્યા છે. કુદરતનો ચમત્કાર માનવો પડશે કે તુર્કીના હેતે પ્રાંતમાં એક નવજાત બાળક પોતાના ઘરના કાટમાળ નીચે દટાયા બાદ 128 કલાક બાદ જીવિત મળી આવ્યું હતું. આ બાળકનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે તેને ખોળામાં લેનાર વ્યક્તિની આંગળી ચૂસી રહ્યો છે. આ પહેલા એનડીઆરએફની ટીમે તુર્કીમાં ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં કાટમાળમાં ફસાયેલી 8 વર્ષની બાળકીને સુરક્ષિત રીતે બચાવી હતી.
આ પહેલા તુર્કીમાં રાહત અને બચાવ કાર્યમાં લાગેલા NDRFના જવાનોએ તુર્કી આર્મીના જવાનો સાથે મળીને ગાઝિયાંટેપ પ્રાંતના નુરદાગી શહેરમાં ઓપરેશન હાથ ધર્યું હતું. NDRF જવાનોએ ગુરુવારે આ વિસ્તારમાંથી 6 વર્ષની બાળકીને બચાવી હતી.
The look of loneliness, cold, hunger and thirst.. 🥹After 128 hours of suffering, being trapped under the rubble, a 2-month-old baby with tearful blueish eyes is rescued from the ruins of a house after the earthquake in Turkey. A miracle in the desperation of the earthquake.🙏❤️ pic.twitter.com/LT6z9C7ybN
— Emmanuel Fosu-Mensah (@kwasifosu25) February 11, 2023
તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશકારી ભૂકંપ બાદથી સ્થિતિ દિનપ્રતિદિન વણસી રહી છે. તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 25000થી વધુ લોકોના મોત થયા છે. ભારત ‘ઓપરેશન દોસ્ત’ હેઠળ બંને દેશોમાં મદદ કરી રહ્યું છે. ભારતની નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમો તુર્કી અને સીરિયામાં બચાવ કામગીરીમાં વ્યસ્ત છે.