પ્રોફેસરને ચપ્પલ વડે માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે. એક વીડિયોમાં પત્ની તેના પ્રોફેસર પતિને બંધ રૂમમાં ચપ્પલ વડે માર મારી રહી છે. માર મારનાર વ્યક્તિ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે. આ વીડિયો ઓડિશાના ગંજમ જિલ્લાની બેરહામપુર યુનિવર્સિટીનો છે. યુનિવર્સિટી કેમ્પસમાં જ પ્રોફેસરને તેની પત્નીએ બેરહેમીથી માર માર્યો છે.
બેરહામપુર યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર અનિલ કુમાર તિરિયાને તેમની પત્નીએ યુનિવર્સિટી કેમ્પસની અંદર ચપ્પલ વડે માર માર્યો હતો. હુમલાની આ ઘટના શનિવારે સવારે લગભગ 11.30 વાગ્યે બની હતી. આસિસ્ટન્ટ પ્રોફેસર અનિલ કુમાર તિરિયા તેમના રૂમમાં હતા, ત્યારે અચાનક તેમની પત્ની રૂમમાં પ્રવેશી અને રૂમને અંદરથી લોક કરી દીધો. રૂમ બંધ કર્યા બાદ અનિલની પત્નીએ તેને અપશબ્દો બોલી માર મારવાનું શરૂ કર્યું હતું. ભારે ગુસ્સામાં મહિલાએ પ્રોફેસરના પતિ પર ચપ્પલનો વરસાદ કર્યો હતો.
રૂમની અંદરથી બૂમોનો અવાજ સાંભળીને યુનિવર્સિટીમાં હાજર અન્ય કર્મચારીઓએ રૂમ ખોલવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. પરંતુ રૂમ અંદરથી બંધ હતો. ત્યારે કોઈએ રૂમની બારીમાંથી પ્રોફેસરને માર મારતા હોવાનો વીડિયો બનાવ્યો. જેમાં પ્રોફેસર અનિલ પોતાની પત્નીની મારપીટથી બચવા માટે અહીં-તહીં ફરતા જોવા મળે છે. થોડી જ વારમાં પ્રોફેસરને માર મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.
ओडीशा की बरहामपुर यूनिवर्सिटी के असिस्टेंट प्रोफेसर की पत्नी ने चैम्बर बंद कर पति को चप्पलों से पीटा. pic.twitter.com/49JiV6ofXx
— UnSeen India (@USIndia_) August 21, 2022
જોરથી દરવાજો ખોલ્યો
પ્રોફેસરને માર મારવાની વાત આખી યુનિવર્સિટીમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી. અવાજ સાંભળીને યુનિવર્સિટીના કેટલાક કર્મચારીઓ ત્યાં પહોંચ્યા અને મહિલાને દરવાજો ખોલવા વિનંતી કરી. પરંતુ મહિલાએ લાંબા સમય સુધી દરવાજો ન ખોલ્યો. ગેટ ખોલવા માટે સુરક્ષા જવાનોને પણ બોલાવવામાં આવ્યા હતા. લોકોને વારંવાર કહેવા પછી આખરે મહિલાએ રાજી થઈને રૂમનો દરવાજો ખોલ્યો.