ગુજરાતી યુવતીઓની માઉન્ટ આબુમાં મચાવી ધમાલ, ટોલનાકાના કર્મચારીનો માર માર્યાનો વિડીયો થયો વાયરલ

રાજસ્થાનના પર્યટક સ્થળ માઉન્ટ આબુના જકાત નાકા પર છુટ્ટા હાથની મારામારીની એક ઘટના સામે આવી આવી છે. જ્યારે આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમા માઉન્ટ આબુના જકાત નાકાના કર્મચારીઓ તેમજ ગુજરાતથી પહોંચેલા સહેલાણીઓ વચ્ચે મારામારી જોવા મળી હતી.

આ માથાકૂટ જકાતનાકા પર ટેક્સના પૈસાને લઈને થઈ હતી. વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, પંદરથી વિસ મિનિટ સુધી ધક્કામુકીના દર્શ્યો જોવા મળ્યા હતા. તેમ છતાં માઉન્ટ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે.

જ્યારે માઉન્ટ આબુના ચુંગી ટોલ નાકા પર ગુજરાતના પ્રવાસીઓ અને ટોલનાકાના કર્મચારીઓ વચ્ચે છુટાહાથની મારામારીનો વીડિયો ઇન્ટરનેટ પર વાઇરલ પણ થઈ ગયો હતો. તેની સાથે વીડિયોમાં ગુજરાત પાસિંગ કારમાંથી ઉતરેલી ત્રણ જેટલી યુવતીઓ અને તેની સાથે રહેલા યુવકો ટોલનાકાના કર્મચારીઓ સાથે ટોલને લઈને ઝઘડો થયો હતો. તેમ છતાં આ માથાકુટ દરમિયાન એક યુવતીએ ટોલનાકાના કર્મચારીને ધમકી પણ આપવા લાગી હતી અને યુવતીઓએ ટોલનાકાના કર્મચારીઓને માર પણ મારવામાં આવ્યો હતો.

તેની સાથે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા એક વીડિયોમાં એક યુવતી દ્વારા માફી પણ માગવામાં આવી રહી હતી. ત્યાર તેના દ્વારા ગુસ્સામાં બબાલ થઇ હોવાનો સ્વીકાર પણ કરવામાં આવ્યો હતો. જ્યારે આ બનાવની જાણકારી મળતા જ માઉન્ટ પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી તપાસ શરુ કરી દીધી હતી.

Scroll to Top