એક ખૂબ જ આઘાતજનક ઘટનામાં એક કૂતરો તેના મોંમાં માણસનું કપાયેલું માથું લઈને મેક્સિકોની શેરીઓ પર દોડતો જોવા મળ્યો હતો. મેક્સિકોના જકાટેકાસના સ્થાનિક રહેવાસીઓએ આ કૂતરાને રાતના અંધારામાં રસ્તા પર માનવ માથા સાથે દોડતો જોયો હતો. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા આ વિડિયોમાં બતાવવામાં આવ્યું છે કે આ રખડતા કૂતરાએ ગરદનના ભાગે માનવ માથું પકડી રાખ્યું છે.
આ હિંસાગ્રસ્ત વિસ્તાર છે અને એવું લાગતું હતું કે આ કૂતરો આ માથું ખાવા માટે ક્યાંક લઈ જઈ રહ્યો છે. ખાનગી ન્યૂઝ અનુસાર, આ ઘટના ગયા બુધવારે બની હતી. એવું માનવામાં આવે છે કે આ કૂતરાએ ઉત્તરી મેક્સિકોના ઝકાટેકાસમાં ક્રાઇમ સીનમાંથી આ માનવ માથું ઉપાડ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે કાપેલું માથું મોન્ટે એસ્કોબેડો વિસ્તારમાં ઓટોમેટિક ટેલર બૂથ પર છોડી દેવામાં આવ્યું હતું, જેની સાથે ચેતવણી પણ લખવામાં આવી હતી, “આગલું માથું તમારું રહેશે.” કાયદા અમલીકરણ અધિકારીને ભૂખ્યા કૂતરાના મોંમાંથી માથું કાઢવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો. અધિકારીઓ માને છે કે આ સંદેશ અન્ય ડ્રગ માફિયા વિરોધીઓ અને અધિકારીઓને ડરાવવા માટે હતો.આ ઘટના પાછળ ડ્રગ માફિયા, જેલિસ્કો ન્યુવા જનેરેશન (સીજેએનજી) હોવાનું માનવામાં આવે છે. મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી અને ન તો તેનો મૃતદેહ મળી આવ્યો છે.