પીપાવાવ નજીક ચારેક માસ પહેલા નેશનલ હાઇવેના કામના એક કોન્ટ્રાકટરને ત્યાં ત્રણ શખ્સોએ હુમલો કરી તોડફોડ કર્યાના કેસમા પોલીસે મુખ્ય સુત્રધારને પકડી લીધો હતો અને તેની પાસેથી ઓડિયો ક્લિપ કબ્જે કરી હતી. જેમા કથિત રીતે અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાના પુત્ર પીયુષ સાથેની વાતચીત હોવાનુ કહેવાય છે. જો કે પોલીસે હજુ સુધી રેકર્ડ પર કયાંય સાંસદના પુત્રનુ નામ લીધુ નથી. પરંતુ જો ઓડીયો કલીપને સાચી માનવામા આવે તો સાંસદના પુત્ર પીયુષે કમલેશ નામના કોન્ટ્રાકટરના ટાંટીયા ભાંગી નાખવા અને તોડફોડ કરવા કામ આપ્યાનુ સ્પષ્ટ થાય છે. બે માસ પહેલા જ જિલ્લા પોલીસવડા નિર્લિપ્ત રાયે આવી કલીપ મળ્યાંનુ સમર્થન આપ્યું હતુ અને સોમવારે ફરી તેમણે કહ્યું કે, હા અમને ક્લિપ મળી છે. તપાસ ચાલુ છે. બીજીબાજુ સાંસદ કાછડિયાએ જણાવ્યું હતું કે, મારો પુત્ર ક્યાંય સામેલ નથી. ચૂંટણી નજીક આવી રહી છે એટલે આવું તો આવવાનું જ.
પીયૂષ, છત્રપાલ અને હર્ષ વચ્ચેની વાતચીતના અંશ
હર્ષ: મારા મિત્ર છત્રપાલ લાઇનમા છે વાત કરો.
છત્રપાલ: પીયુષભાઇ હુ હર્ષનો મિત્ર છત્રપાલ વાળા બોલુ છુ.
પીયુષ: બોલો બોલો
છત્રપાલ: પીયુષભાઇ આ બધી (ગાળ) કહેવાય એક વખત ચાર આંખો થવા દો.
પીયુષ: મારી મારીને પાડી દો. મારે સાહેબ સાથે વાત થઇ ગઇ છે.
છત્રપાલ: અમારે કોઇ બીજો સ્વાર્થ ન હોય. અમે સંબંધથી ચાલવા વાળા છીએ. હર્ષને પુછો.
પીયુષ: હવે એને પાડી જ દેવાનો છે. ટાંટીયા ભાંગી નાખો તેના. (ગાળ) સવાર થાય ત્યાં તે આપણી પાસે વાંકો વાંકો આવવો જોઇએ.
છત્રપાલ: મારી વાત તમે સાંભળો, તમે સાંસદના દિકરા છો, તમારે એક જ વસ્તુ કરવાની છે, અમે ગોઠવીને કરી નાખીએ, સાઇટ બંધ કરાવી દઇએ.
પીયુષ: હા કરી જ નાખો તમ તમારે, ટાંટીયા જ ભાંગવાના છે તેના. તે (ગાળ)નો સાઇટમા આવીને ધમકી આપી જાય તે થોડુ ચાલે.
પીયુષ: ઇ કાંઇ નહી થાય. તમારે તેના ટાંટીયા ભાંગી નાખવાના છે બસ.
છત્રપાલ: આવા એક નહી 20 કમલાને હું ટાળી દઉં.
પીયુષ: હા બસ પાડી દો. સવાર થાય ત્યાં સમાચાર મળવા જોઇએ. સવાર થાય ત્યાં તમારાથી થાય છે ?
છત્રપાલ: હર્ષ અત્યારે અહીયા છે એ?
હર્ષ: એ અહીયા નથી મુંબઇ છે.
છત્રપાલ: અહીયા હોય તો મને લોકેશન આપ. કે અહી બેઠો છે તો હું એનુ ગોઠવી નાખુ.
હર્ષ: તેના કેમ્પે તોડફોડ તો કરવી પડે ને.
પીયુષ: સવાર થાય ત્યાં તમારાથી થાય તેમ હોય તો કહો.
હર્ષ: હા એ થઇ જશે. પોલીસની જવાબદારી તમારી પીયુષભાઇ, હમણા તેને ત્યાં તોડફોડ કરી આવે છે.
પીયુષ: ઇ નો થાવા દઉં
હર્ષ: એ છતુભાઇ અત્યારે આપણે તેને ત્યાં જઇ તોડફોડ કરી આવીએ (ગાળ)
છત્રપાલ: હાલ કયાં છો તુ ?.
પીયુષ: હુ જાફરાબાદથી નીકળ્યો છું.
છત્રપાલ: હા ચાલ મને તેડી જા.
પીયુષ: કરવાનો હોય તો જ હા પાડજો.
હર્ષ: થઇ જાશે. તેને ત્યાં તોડફોડ થઇ જાશે.
પીયુષ: એકવાર તો તેને બતાવવાનુ જ છે.
છત્રપાલ: આપણે વાતુ કરીએ તે માણસ નથી. પુછો હર્ષને, તમે સાચા હોવા જોઇએ.
પીયુષ: હું તો સપોર્ટ જ કરીશ.
છત્રપાલ: તમે સાચા હોવા જોઇએ.
પીયુષ: મારા છોકરાના સમ ખાઇને કહું છું. તેને (ગાળ) નાખવાનો છે.
હર્ષ: હાલો પીયુષભાઇ આપણે જઇએ હું આવુ છું.