VIDEO: ચાલતી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઇ મહિલા, રેલવે પોલીસકર્મીએ જીવના જોખમે બચાવ્યો જીવ

રેલવે સુરક્ષા બળ (RPF)ના હેડ કોન્સ્ટેબલે ગઈ કાલે ઓડિશાના ભુવનેશ્વર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ અને ચાલતી ટ્રેન વચ્ચે ફસાઈ ગયેલી એક મહિલાનો જીવ બચાવ્યો હતો. આ સમગ્ર ઘટના રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

વીડિયોમાં મહિલા રેલવે સ્ટેશનથી નીકળી રહી હતી ત્યારે સાથી પેસેન્જર ટ્રેનમાંથી નીચે ઉતરતી દેખાઈ રહી છે. ત્યારે જ તેણીએ પોતાનું સંતુલન ગુમાવ્યું અને સ્ટેશન અને ટ્રેન વચ્ચેના ગેપમાં લપસી ગઈ હતી.

રેલવે સ્ટેશન પર હાજર આરપીએફ હેડ કોન્સ્ટેબલ એસ મુંડાએ તાત્કાલિક કાર્યવાહી કરીને મહિલાને ત્યાંથી બહાર કાઢી હતી. વીડિયોમાં જોવા મળે છે કે ત્રણેય રેલવે સ્ટેશન પર પીઠ પર આડા પડ્યા હતા, જ્યાં મોટી દુર્ઘટના ટળી હતી.

Scroll to Top