વિજબીલ ના ભરનાર ગ્રાહકો માટે લાઈટમેને આ ગીત ગાઇને લોકો ને સમજાવ્યા,રસિયો રૂપાળો બિલ….

આ સમયે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પાટણના લાઇટમેન જગદીશ ગોસ્વામીએ વીજ બિલ ન ભરનાર ગ્રાહકોને સમયસર વીજ બિલ ભરવા અનોખી વિનંતી અને અનુરોધ કર્યો હતો.

તેમણે એક વિસ્તારમાં જઈને વીજ બિલ ન ભરતા ગ્રાહકો માટે લોકપ્રિય ગીત રસિયો રૂપાળો રંગરેલીયો ગીત તૈયાર કર્યું અને આ ગીત ગાઈને ગ્રાહકોને વીજ બિલ ભરવાની અપીલ કરી.

લાઇટમેન જગદીશભાઇ ગોસ્વામીના વાયરલ થયેલા વિડિયોમાં તેઓ ગાય છે કે હું મારા સંગીતના શબ્દોમાં લાઇટ બિલ ન ભરનારા માનવતાના ગ્રાહક મિત્રોને કહું છું કે રસિયો રુપાળો રંગરેલિયો લાઇટબીલ ભરતો નથી.

 

એ પછી ઘરનું કનેક્શન કપાય રે.લાઇટબીલ ભરતો નથી. એ પછી ઘરનો પંખો બંધ થાય રે. લાઈટબીલ ભરતો નથી.રસિયો રુપાળો રંગરેલિયો લાઇટબીલ ભરતો નથી.

પછી થાંભલેથી કનેક્શન કપાય રે. લાઈટબીલ ભરતો નથી. રસિયો રુપાળો રંગરેલિયો લાઇટબીલ ભરતો નથી. પછી ઘરનું અંધારુ થાય રે. લાઈટબીલ ભરતો નથી. રસિયો રુપાળો રંગરેલિયો લાઇટબીલ ભરતો નથી. એ પસા કાકા. એ રોમા કાકા. લાઇટબીલ ભરજો તો પંખા નીચે ખાવા મળશે નહીંતર કનેકશન રદ થશે તો ફરીથી કાગળિયા કરવા પડશે.

પાટણ શહેર સીટી 1માં વીજ બિલના નાણાં બાકી હોય તેવા વિસ્તારોમાં જીઈબીના કર્મચારીઓ દ્વારા અનોખો પ્રયોગ કરી લોક જાગૃતિ લાવી રહ્યા છે. જેમાં જગદીશભાઈ ગોસ્વામી જે જીઈબી પાટણ સીટી 1માં લાઈન મેન તરીકે ફરજ નિભાવે છે.

જેમને તેમના સુર મધુર કંઠે ગુજરાતી ગીતના શબ્દોમાં કેટલાક ફેરફાર કરી માઈક થકી ગીત ગાઈ વીજ ગ્રાહકોને બીલ ભરવા અપીલ કરી રહ્યાં છે. જે વાયરલ વિડિઓ ખુબ જ લોક પ્રિયા બનવા પામ્યો છે.

જીઈબીના કર્મચારીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી ગીતના માધ્યમ થકી બીલના બાકી નાણાં ભરવા અપીલ કરવાનો અનોખો અંદાજ લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે, ત્યારે લાખો લોકોએ આ વાયરલ વિડિઓને વખાણી રહ્યા છે.

આ વિડિઓ વાયરલ અંગે તપાસ કરતા આ વિડિઓ પાટણના પાવર હાઉસ જઈબી ભાગ 1નો હોવાનું માલુમ પડ્યું. આ ગીત જગદીશ ભાઈ ગોસ્વામીના કંઠે ગવાયું હતું.પાટણ સીટી 1માં અંદાજે 56 લાખ રૂપિયાનું વીજ બિલ બાકી છે.

ત્યારે UGVCL દ્વારા વીજ ગ્રાહકો પાસેથી વીજ બીલના નાણાં એકત્ર કરવા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, ત્યારે સીટી 1ના લાઈનમેન જગદીશ ગોસ્વામીએ પાવર હાઉસ સહિતના વિસ્તારમાં ગીતના શબ્દો વડે લોકોને બિલ ભરવા માટે અપીલ કરી રહ્યા છે.

Scroll to Top