હાલમાં દરેક રાજ નેતા પાકિસ્તાન પાર સિથો પ્રહાર કરતા જોવા મળે છે.ત્યારે પેહલા રાજનાથસિંહે ગુજરાતની ધરતી પરથી પાકિસ્તાન ને ધમકી આપી ચુક્યા છે. અને હવે ખુદ ગુજરાત ના મુખ્યમંત્રી પણ આજ કામ કરી ચકયા છે.વડોદરા નાગરિક સમિતિના નેજા હેઠળ ‘ભારત એકતા કૂચ’ને શહેરના પ્રદર્શન મેદાનેથી પ્રસ્થા ન કરાવવાના પ્રસંગે ખાસ ઉપસ્થિત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનને જડબાતોડ જવાબ આપ્યો હતો.
પાકિસ્તાન સૈન્યને હિન્દુસ્તાન અને પીઓકે તરફ જવાની તૈયારીઓ કરવાનુ કહેનાર પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સેખી મારવાનુ બંધ કરે. ભારતના વડા પ્રધાન હવે નરેેન્દ્ર મોદી છે અને તેઓ કંઈ સાંખી લે તેવા નથી. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ -૩૭૦ હટી ગઈ હવે પીઓકે પણ આપણુ છે અને હવે પછી પીઓકે માટે તૈયાર રહેજો તેમ બુલંદ અવાજે કડક શબ્દોમાં વિજય રૂપાણીએ કહેતા વિશાળ મેદાનમાં હાજર માનવમહેરામણમાંથી એક જ અવાજ ઉઠયો હતો. મોદી… મોદી… મોદી.
આ પ્રસંગે વડોદરા નાગરિક સમિતિના અધ્યક્ષ શ્રાીમંત મહારાજા સમરજીતસિંહ ગાયકવાડની સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, રાજ્ય મંત્રી યોગેશ પટેલ, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય જીતુ સુખડિયા, મનિષાબેન વકીલ, સીમાબેન મોહિલે, પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ, પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, મેયર ડૉ. જિગિષાબેન શેઠ, ડેપ્યુટી મેયર ડૉ. જિવરાજ ચૌહાણ, મેરેથોનના ચેરપર્સન તેજલ અમીન, ગુજરાત વેપારી મહામંડળના મહાજન સંકલન સ્ટાફ ફોર્સના ચેરમેન નિલેશ શુક્લ, એફજીઆઈના પૂર્વ પ્રમુખ ગીતા ગોરડીયા, સહિતના અગ્રણીઓ, મ્યુનિ.કમિશનર એન.બી. ઉપાધ્યાય, જિલ્લા કલેેક્ટર શાલીની અગ્રવાલ, ધર્મગુરુઓ અને સંતો-મહંતોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉમેર્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે દેશના તમમ રાજા રજવાડાઓને એક કરીને ભારત માતાની કલ્પના કરી હતી,પરંતુ દેશ આઝાદ થયો ત્યારે એક કલંક રહી ગયું હતું. તે સમયે નહેરૂ બધુ સંભાળતા હતાં.
બંધારણમાં કલમ -૩૭૦ અને ૩૫-એ હતી જેના કારણે બે વિવધાન, બે નિશાન અને બે પ્રધાન હતાં. જે સૌને ખટકતુ હતુ. સ્વ. બાજપાયીએ કહ્યું હતું કે, ‘યે દેશ કોઈ ભુમિ કા ટૂકડા નહીં હૈ, યે જીતા જાગતા પુરુષ હૈ’. સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીએ દેશને સ્વરાજ અપાવ્યુ,
તે જ રીતે નરેન્દ્ર મોદી અને અમિત શાહે કલમ -૩૭૦ અને ૩૫-એને દૂર કરવાનો ઐતિહાસીક નિર્ણય લઈને દેશને કશ્મીરથી કન્યાકુમારી સુધી એક કર્યો છે તેમ કહેેતા ચિક્કાર માનવમહેરામણથી ઊભરાતા પ્રદર્શન મેદાન પરથી એક જ નારો લાગ્યો હતો મોદી..મોદી…મોદી.૩૭૦ અને ૩૫-એ રદ કરાતા કેટલાક દેશ વિરોધી તત્વોના પેટમાં તેલ રેડાયું છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન ડંફાસો મારે છે અને પાકિસ્તાનની સેનાને કહે છે કે હિન્દુસ્તાન અને પીઓકે તરફ જવા તૈયાર રહો. હું ઈમરાન ખાનને કહેવા માંગુ છું કે ભૂતકાળ જોઈલો અને પછી બોલો.
ઈમરાન ખાન સેખી મારવાનુ બંધ કરે. તમારા પાકિસ્તાનના સૈન્યની સામે અમારી કચ્છની બહેનો જ કાફી છે.આતંકવાદ અને ત્રાસવાદને ઉત્તેજન આપવાનુ પાકિસ્તાન બંધ કરી દે. ભારતના વડા પ્રધાન હવે નરેન્દ્ર મોદી છે અને તેઓ આવુ કંઈ પણ સાખી નહીં લે. તેઓ ઈંટનો જવાબ પથ્થરથી આપે છે. ૩૭૦ની કલમ હટી ગઈ છે. પીઓકે પણ આપણુ છે અને હવે પીઓકે માટે તૈયાર રહેજો. આવનારા દિવસોમાં દેશની જનતાને સાથે રાખીને પીઓકે માટે ભારત સરકાર આગળ વધશે. હવે ભારત પહેલા જેવુ નથી.
હવે ભારત એક થયુ છે અને ભારત માતા માટે બલિદાન આપવા તૈયાર છે. ભારત સામે કોઈ આંખ ઉંચે કરશે તો આંખ ફોડી નાખવાની તાકાત છે તેમ કહેતા ચારેબાજુથી એક જ નારા લાગ્યા હતાં મોદી… મોદી… મોદી…રૂપાણીએ ઉમેર્યું કે, આ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળુ ભારત છે. ત્યારે આવનારા દિવસોમાં ભારતને વધુ મજબૂત કરાશે. પહેલા ડાય ફોેર નેશન આપણુ સૂત્ર હતું અને હવે લીવ ફોર નેશન આપણુ સુત્ર છે તેમ કહ્યું હતું.