વિલનના રોલમાં આ 5 અભિનેત્રીઓએ છોડ્યા હીરોને પણ પાછળ, નંબર 2નો રોલ હતો ખુબજ જોરદાર – જુઓ તસવીરો

બોલિવુડ ફિલ્મોમાં હીરોનું કોઈ અસ્તિત્વ નથી હોતું જ્યાં સુધી તેની સામે કોઈ વિલન ન હોય. અથવા એમ કહો કે જ્યાં સુધી ફિલ્મોમાં વિલન ન હોય તો ફિલ્મ જોવાની મજા નથી આવતી. બોલિવૂડ ઈન્ડસ્ટ્રી આ વિલનો વગર માનો અધૂરી છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ આપણને ઘણા એવા વિલન આપ્યા જેનો ડર આજે પણ લોકોના દિલમાં છે.

આવા ખતરનાક વિલન આ ઇન્ડસ્ટ્રીમાં ના ક્યારેય હતા અને ના ક્યારેય થશે. વિલનનો રોલ નિભાવનારા એકટર્સ પોતાની જોરદાર અભિનયથી વિલનની ભૂમિકાને એક વિશેષ સ્થાન આપ્યું છે. ભલે તે શોલે નો ગબ્બર હોય કે મિસ્ટર ઇન્ડિયાના મોઘેંબો, બધાએ દાર્શકોના દિમાગ પર એક અલગ છાપ છોડી દીધી. આજે આ પોસ્ટમાં, અમે તમને બોલિવૂડના કેટલાક ખતરનાક સાયકો વિલન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે દર્શકોના દિલમાં એક અજીબો ગરીબ ભય પેદા કર્યો.

જ્યારે પણ આપણે વિલન વિશે વિચાર કરીએ છીએ તો દિમાગમાં એક ખતરનાક માસ્ટર માઈન્ડની છવી રચાય છે.પરંતુ વિલન વિશે વિચારતા હોય ત્યારે તમારા દિમાગમાં ક્યારેય સુંદર અને હોટ છોકરીની છબી આવી છે, કદાચ નહીં હંમેશા મોટા પડદા પર વિલનની ભૂમિકા એક માણસ જ ભજવે છે.પરંતુ તમને જણાવી દઈએ કે બોલિવૂડમાં કેટલીક એવી અભિનેત્રીઓ પણ છે જેમણે મોટા પડદા પર વિલનની ભૂમિકા નિભાવી છે અને આ પાત્રો સાથે તેઓએ ન્યાય પણ કર્યો છે.તો આજની પોસ્ટમાં અમે તમને એ બોલીવુડ અભિનેત્રીઓ સાથે પરિચય કરાવી શુંજેમણે નકારાત્મક કિરદાર ભજવીને લોકોનું દિલ જીત્યું હતું.

બિપાશા બાસુ.

ભલે આ દિવસોમાં બિપાશા બાસુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર છે પરંતુ એક સમય એવો હતો જ્યારે તેણે શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું હતું.બિપાશાએ 2012 માં આવેલી ફિલ્મ રાજ 3 માં વિલનનો રોલ કર્યો હતો.પોતાના નકારાત્મક ભૂમિકાથી બિપાશા એ દર્શકોના દિલ જીતી લીધા હતા.

કાજોલ.

કાજોલનું નામ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રમાં સૌથી શક્તિશાળી અભિનેત્રીઓમાં શામેલ થાય છે.કાજોલ તેના જીવનકાળ એક કરતા વધારે હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.પરંતુ ફિલ્મ ગુપ્ત માં તેના દ્વારા નિભાવેલ રોલને લોકો આજે યાદ કરે છે.આ ફિલ્મમાં કાજોલે એક ખતરનાક સાયકો કિલરની ભૂમિકા ભજવી હતી.

પ્રિયંકા ચોપડા.

પ્રિયંકા ચોપડા હવે બોલિવૂડ જ નહીં પરંતુ હોલીવુડ સ્ટાર પણ બની ગઈ છે.તેણે હોલીવુડ ઘણી ફિલ્મો અને સિરીઝમાં કામ કર્યું છે.પ્રિયંકાએ તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં વિલનનો કિરદાર નિભાવિ ચુકી છે.ફિલ્મ અંદાઝમાં તે એક નકારાત્મક ભૂમિકામાં જોવા મળી હતી.

કેટરિના કૈફ.

બોલિવૂડની નંબર વન અભિનેત્રી કેટરિના કૈફે પણ નકારાત્મક રોલ નિભાવી ચુકી છે.ફિલ્મમાં તેના કિરદારની ખૂબ પ્રશંસા થઈ હતી.જી હા, ફિલ્મ રેસમાં કેટરિના કૈફ નકારાત્મક ભૂમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે સૈફ અલી ખાન અને અક્ષયે ખન્ના પણ જોવા મળ્યા હતા.

માહી ગિલ.

ભલે માહી ગિલ બોલિવૂડની ટૉપ એકટર્સ ન બની શકી પરંતુ એક્ટિંગની બાબતમાં તે મોટી મોટી અભિનેત્રીઓને પાછળ છોડી દે છે.જણાવી દઈએ કે સાહેબ બીવી ઓર ગેંગસ્ટરમાં માહીએ પોતાના નકારાત્મક કિરદારથી દર્શકોને પ્રભાવિત કર્યા હતા. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top