ગંગા નદીમાં તરતા મૃતદેહોનું કડવું સત્ય સામે આવ્યું, અમુક તસ્વીરો 7 વર્ષ પહેલાની

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

કોરોનાને કારણે હાલ સમગ્ર વિશ્વમાં હાલત ખરાબ છે. પરંતુ સૌથી ખારબ હાલત હાલમાં ભારતની છે. કારણકે હવે તો લોકોને અહીયા સ્મશાનોમાં જગ્યા પણ નથી મળી રહી જે ઘણી કવી વાસ્તવિકતા છે. વકરતી જતી પરિસ્થિતીને કારણે લોકોમાં હવે રોષનો માહોલ ફેલાયેલો છે. જેમા ખાસ કરીને સોશિયલ મીડિયામાં લોકો સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે.

તાજેતરમાંજ કોરોનાને કારણે લોકોને સ્મશાનોમાં અંતિમક્રિયા કરવા માટે જગ્યા ન મળી. જેના કારણે લોકોએ મૃતદેહોને નદીમાં પધરાવી દીધા હતા. પરંતુ તે મૃતદેહો તરતા તરતા જ્યારે કિનારે આવ્યા ત્યારે ખુબજ ભયાનક તસ્વીરો સામે આવી હતી. તસ્વીરો એટલી હદે ભયંકર હતી. કે મૃતદેહોને જોઈને ભલભલાના રૂવાંટા ઉભા થઈ જાય.

આ તસ્વીરો બિહારના બક્સર જિલ્લામાંથી સામે આવી હતી. જયા અંદાજે 40 જેટલી લાશો કિનારા પર પડી હતી. મોટા ભાગના લોકો મીડિયામાં આ તસ્વીરો જોઈ હતી. જેના કારણે લોકો હેરાન રહી ગયા હતા. સાથેજ કોરોનાનું વિકરાળ સ્વરૂપ જોઈને લોકો ધ્રુજી ઉઠ્યા હતા.

પરંતુ સોશિયલ મીડિયામાં હાલ એક બીજો ફોટો પણ વાયરલ થયો છે. જે ફોટો જોઈને ભલભલાનું કાળજુ કંપી જાય તેવો ફોટો છે. કારણકે ફોટામાં એવું દેખાઈ રહ્યું છે કે નદીમાં પડેલી લાશોને આસાપસાન જાવવરો દબોચીને ખાઈ રહ્યા છે. ખાસ કરીને આ તસ્વીર જ્યારે સામે આવી ત્યારે મોટા ભાગના લોકો હલી ગયા હતા. સાથેજ લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

પરંતુ આ વાયરલ ફોટોની વાસ્તવિકતા જાણીને તમે પણ ચોંકી જશો. આ વાયરલ ફોટો સામે આવ્યા બાદ તપાસ કરવામાં આવી હતી. અને તપાસમાં એવું સામે આવ્યું કે આ ફોટો ઉત્તરપ્રદેશના ઉન્નાવ જિલ્લાનો હતો. જોકે સૌથી હેરાન કરવા વાળી બાબત એ હતી કે તે ફોટો 7 વર્ષ જૂનો હતો. 13 જાન્યુઆરી 2014ના રોજ ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

ઉલ્લેખનીય છે કે હાલ કોરોનાની વકરતી પરિસ્થિતીને કારણે કેન્દ્ર સરકાર સામે ઘણા સવાલો  ઉભા થઈ રહ્યા છે. સાથેજ લોકોમાં રોષનો માહોલ ફેલાયેલો છે. તેવામાં નદીમાં તરતી લાશો સામે આવ્યા બાદ લોકોના  રૂવાંટા ઉભા થઈ ગયા છો જોકે જે ફોટોમાં જાનવરો મૃતદેહનો ખાઈ રહ્યા છે. તે ફોટો 7 વર્ષ જુનો હોવાની માહિતી સામે આ છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો