આપણે ઘણીવાર લગ્નમાં લોકોને નોટો ઉડાડતા જોયા છે, પરંતુ સામાન્ય રીતે લોકો 10-20 અથવા 50-100 રૂપિયાની નોટો ઉડાવે છે. શું તમે ક્યારેય કોઈને 500 રૂપિયાની નોટનું પેકેટ ઉડાડતા જોયા છે? ટ્વિટર પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં હૈદરાબાદના ચારમિનારમાં એક વ્યક્તિ હવામાં ચલણી નોટો ઉડાવી રહ્યો છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે એક શોભાયાત્રા દરમિયાન એક વ્યક્તિ રાતના અંધારામાં 500 રૂપિયાની નોટ હવામાં ફેંકી દે છે. આ દરમિયાન ત્યાં હાજર કેટલાક લોકોએ આ વિચિત્ર ઘટનાને પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી અને સોશિયલ મીડિયા પર અપલોડ કરી.
હૈદરાબાદમાં એક વ્યક્તિએ રસ્તામાં 500-500ની નોટો ઉડાવી દીધી
Following a video of a man throwing currency notes in the air at Gulzar Houz in the dead of night, apparently during a ‘baraat’ in the Old City, the police have started an investigation.#Hyderabad pic.twitter.com/45GsnajJmV
— The Siasat Daily (@TheSiasatDaily) June 11, 2022
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું માનવામાં આવે છે કે આ વીડિયો હવામાં નોટો ઉડાડતા સરઘસનો છે અને વ્યક્તિએ બે અલગ-અલગ પ્રસંગોએ 500 રૂપિયાની નોટોના બંડલ ઉડાવી દીધા હતા. વીડિયોમાં, કાર અને મોટરસાઇકલનો કાફલો રાત્રે ગુલઝાર હૌઝ પર રોકતો જોવા મળે છે.તે બધા કુર્તા અને શેરવાની પહેરેલા જોઈ શકાય છે, તેઓ એક સરઘસનો ભાગ હતા. તેમાંથી એક ગુંજતા ફુવારા તરફ ચાલે છે અને નોટોના બંડલને હવામાં ઉછાળે છે. પૈસાનો વરસાદ થઈ રહ્યો હોવાના કારણે કેટલાંક સ્થાનિક લોકો નોટો લેવા માટે સ્થળ પર પહોંચ્યા હતા.
પોલીસ સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે
ઘટના બાદ પોલીસ ફૂટેજની સત્યતાની તપાસ કરી રહી છે. ચારમિનારના નિરીક્ષક બી ગુરુ નાયડુએ જણાવ્યું હતું કે તેઓ લોકોની ઓળખ માટે વિસ્તારના સર્વેલન્સ કેમેરાના ફૂટેજની ચકાસણી કરી રહ્યા છે.મીડિયા સાથે વાત કરતા તેણે કહ્યું, ‘એક વ્યક્તિ કારમાંથી નીચે ઉતર્યો, નોટો ફેંકી અને ચાલ્યો ગયો. સીસીટીવી કેમેરાની મદદથી અમે ઘટનાની જાણકારી મેળવી રહ્યા છીએ. ચકાસણી બાદ યોગ્ય કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ વિડિયોએ ઈન્ટરનેટ વપરાશકર્તાઓને આશ્ચર્યચકિત કર્યા હતા અને ઘણા લોકોએ તે માણસને તેના બેજવાબદાર વર્તન માટે ઠપકો આપ્યો હતો.