Viral

જવાનીયાઓને પણ શરમાવે એવો ડાન્સ કરે છે આ દાદાઃ વાયરલ થયો વિડીયો

આપે કેટલીય વાર લોકોને કહેતા સાંભળ્યું હશે કે, ઉંમર માત્ર એક સંખ્યા છે. દુનિયાભરમાં આપને એવા કેટલાય વડીલો જોવા મળશે કે, જે પોતાની ઉંમરને ભૂલીને અલગ-અલગ ફિલ્ડમાં ઈતિહાસ રચી રહ્યા છે. આવું કંઈક આપને આ વડીલનો વિડીયો જોઈને પણ ફીલ થશે. આ વડીલ પોતાના ડાન્સ અને જોશથી સારા-સારા જવાનીયાઓને શરમાવી રહ્યા છે. આ વડીલ અંકલનો ડાન્સ જોઈને ન માત્ર આપને મજા આવશે પરંતુ આ ઉંમરે તેમનો જોશ, જૂનુન અને ડેડીકેશન જોઈને આપ હેરાન રહી જશો.

સોશિયલ મીડિયા પર અત્યારે એક વડીલોના ડાન્સનો વિડીયો થયો છે. આ અંકલ જે અંદાજમાં ડાન્સ કરી રહ્યા છે તેને જોતા લાગે કે તેમની સામે જવાનીયા ડાન્સરો પણ ફિકા પડી જાય. આ વિડીયોમાં જોઈ શકાય છે કે આ વડીલ જોરદાર ડાન્સ કરી રહ્યા છે. આ વિડીયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થયો અને લોકો આ દાદાના ફેન્સ થઈ ગયા છે. 70 વર્ષથી વધારેની ઉંમરમાં તેમનો આ ડાન્સ કાબીલે તારીફ છે. આ વિડીયો જોઈને આપ પણ ખૂશ થઈ જશો.

 

 

View this post on Instagram

 

A post shared by @mr._and_mrs._verma

મીત્રો હકીકતમાં જોવા જઈએ તો, ઘરડુ માત્ર શરીર થાય છે પરંતુ દરેક વ્યક્તિએ હંમેશા દિલથી યુવાન રહેવું જોઈએ. આ સિવાય વિચારો પણ જવાનો જેવા હોવા જોઈએ કે જે એક ફ્લોમાં સતત આવતા રહે. કારણ કે જો લાંબુ જીવવું હોય તો આ એક સરળ અને સીક્રેટ પદ્ધતી છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker