આ બાળક એટલા ફાસ્ટ આંકડા બોલે છે કે જોઈને મજા જ આવ્યે રાખે! જૂઓ આ વિડીયો અને તમારા બાળપણમાં આંટો મારી આવો….

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

બાળપણમાં બાળકોની અંદર કંઈક નવું શિખવાની લગન જોરદાર હોય છે. બાળક દરેક નવી વસ્તુને જોઈને શિખવા ઈચ્છતું હોય છે અને પ્રયત્ન કરે છે કે તે કંઈક નવું ને નવું શિખતું જ રહે. પરંતુ મોટાભાગના બાળકો કંઈક શિખતા સમયે ભૂલ કરી બેસતા હોય છે અને જ્યારે એ ભૂલ આપણા ધ્યાને ત્યારે ખરેખર હસવાનું રોકી ન શકાય. આવો જ એક વિડીયો ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થયો છે.

હકીકતમાં બાળકોની અંદર રહેલું બાળપણ જોઈને દરેક વ્યક્તિને મજા આવતી હોય છે. આવો જ ક વિડીયો અત્યારે વાયરલ થયો છે. આ વિડીયોમાં કોઈએ બાળકને આંકડા બોલવા કહ્યું અને તે એટલા ફાસ્ટ આંકડા બોલવા લાગ્યો કે, આપણને એમ કહેવાનું મન થાય કે ભાઈ શ્વાસ તો લે યાર! આ બાળકનો અંદાજ ખરેખર અનોખો હતો. જો કે, સૌથી મજાની વાત તો એ હતી કે આ બાળ જ્યારે ફૂલ સ્પીડમાં આંકડાઓ બોલી રહ્યો હતો ત્યારે વચ્ચે થોડીક ભૂલો થતી હતી અને એ ભૂલો થાય છે તેની બાળકને પણ ખબર હતી અને તે સમયે તેના ચહેરાનો જે માસૂમ અંદાજ છે તે ખરેખર જોવા જેવો છે.

બાળકનો સૌથી મજેદાર અંદાજ ત્યારે દેખાયો કે જ્યારે બાળકે આંકડાઓ બોલતા સમયે 21, 22, 23, 24 બાદ સીધું જ 90 કહી દીધું. આ સાંભળીને લોકો હસવાનું રોકી ન શક્યા. આ વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો