CricketNewsSports

વિરાટ કોહલી T20 World cup બાદ છોડશે ટી-૨૦ ની કેપ્ટનશીપ

વિરાટ કોહલીએ આગામી ટી-૨૦ વર્લ્ડ કપ બાદ ટીમ ઇન્ડિયાના ટી-૨૦ કેપ્ટન પદ છોડવાની જાહેરાત કરી છે. વિરાટ કોહલીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરેલી પોસ્ટમાં જણાવ્યું છે કે, “હું ઓક્ટોબરમાં દુબઈમાં આ ટી-૨૦ વર્લ્ડ કપ બાદ ટી-૨૦ કેપ્ટનના રૂપમાં પદ છોડવાનો નિર્ણય કર્યો છે.”

વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે તે આગામી T20 World cup ના પૂર્ણ થયા બાદ ટી-૨૦ માં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનના રૂપમાં પદ છોડી દેશે. ICC T20 વર્લ્ડ કપ ૧૭ ઓક્ટોબરથી UAE અને ઓમાનમાં થવાનો છે. તે ટેસ્ટ ક્રિકેટ અને વનડેમાં ટીમની આગેવાની કરતા રહેશે.

વિરાટ કોહલીએ ટ્વીટ કરી જણાવ્યું છે કે, “હું ભારતનું પ્રતિનિધિત્વ કરવાની સાથે ભાગ્યશાળી રહ્યો છુ કે, મેં આ ટીમની કેપ્ટનશીપ પણ કરી છે. હું તે બધા લોકોનો આભાર માનવા માંગુ છુ કે, જેમને આ સફરમાં મારો સાથ આપ્યો. હું તે લોકો વગર આ કરી શકતો નહોતો. બધા ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, સિલેકશન કમિટી, મારા કોચ અને દરેક તે ભારતીય જેને અમારા જીતવાની ઈચ્છા કરી.”

તેમને આગળ જણાવ્યું છે કે, “છેલ્લા ૮-૯ વર્ષથી મારા પર ઘણો વર્કલોડ છે, હું ૫-૬ વર્ષથી ત્રણ ફ્રોમેટની કેપ્ટનશીપ કરી રહ્યો છુ. આ વર્કલોડ પર મેં ધ્યાન આપ્યું છે. મને લાગે છે કે, મારી જાતને થોડી જગ્યા આપવાની જરૂરીયાત છે જેથી હું ટેસ્ટ અને વનડે ક્રિકેટ માટે પોતાને તૈયાર કરી શકું. મેં ટી-૨૦ કેપ્ટનશીપના રૂપમાં ટીમને બધું જ આપ્યું છે. હવે બેટ્સમેન તરીકે આ ફ્રોમેટમાં ટીમને બધું આપવા માંગુ છુ.”

અંતમાં તેમને જણાવ્યું છે કે, “ચોક્કસ, આ નિર્ણય સુધી પહોંચવા માટે ઘણો સમય લાગ્યો. પોતાના નજીક લોકો, રવિ ભાઈ અને રોહિતના સાથે પણ ઘણી ચર્ચા કર્યા બાદ આ વિશેમાં ઘણી બધી ચર્ચા બાદ મેં નક્કી કર્યું છે કે, હું ઓક્ટોબરમાં દુબઈમાં થનાર ટી-૨૦ વર્લ્ડ કપ બાદ ટી-૨૦ ની કેપ્ટનશીપ છોડી દઈશ. મેં સેક્રેટરી મિસ્ટર જય શાહ અને બીસીસીઆઈના પ્રેસીડેન્ટ સૌરવ ગાંગુલી અને બધા પસંદગીકારોથી પણ આ વિશેમાં વાત કરી હતી. હું ભારતીય ક્રિકેટ અને ભારતીય ટીમ માટે કામ કરવાનું ચાલુ રાખીશ.”

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker