આજે ઇતિહાસ રચી શકે છે વિરાટ કોહલી, તોડશે રિકી પોન્ટિંગનો આ મહાન રેકોર્ડ!

IND vs BAN: ટીમ ઈન્ડિયાનો બેટ્સમેન વિરાટ કોહલી આજે બાંગ્લાદેશ સામે મીરપુર મેદાન પર બીજી વન-ડેમાં બેટિંગ કરવા માટે ઉતરશે ત્યારે તે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગના રેકોર્ડને નિશાન બનાવશે. આ મેચ આજે સવારે 11 વાગ્યાથી શરૂ થઇ ગઇ છે. વિરાટ કોહલી ઈતિહાસ રચવાની અણી પર છે અને તે આજે મીરપુર મેદાન પર બાંગ્લાદેશ સામેની બીજી વન-ડેમાં રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડશે.

કોહલી રિકી પોન્ટિંગનો આ શાનદાર રેકોર્ડ તોડશે

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી બાંગ્લાદેશ સામેની બીજી વન-ડેમાં સદી ફટકારતા જ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડી નાખશે. જો 34 વર્ષીય વિરાટ કોહલી બાંગ્લાદેશ સામેની બીજી વન-ડેમાં સદી ફટકારવામાં સફળ થશે તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 72 સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટર બની જશે. આ સાથે વિરાટ કોહલી રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડી નાખશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 71 સદી ફટકારવાનો રેકોર્ડ રિકી પોન્ટિંગના નામે છે.

વિરાટ કોહલી ઇતિહાસ રચશે

કોહલી હાલમાં ટેસ્ટ, ODI અને T20 ઈન્ટરનેશનલમાં કુલ 71 સદી ધરાવે છે અને તે રિકી પોન્ટિંગ સાથે ટાઈ છે. આજે મીરપુરમાં બાંગ્લાદેશ સામેની બીજી વન-ડેમાં સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 72 સદી થઈ જશે અને તે રિકી પોન્ટિંગને પાછળ છોડીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર વિશ્વનો બીજો બેટ્સમેન બની જશે.

સચિન બાદ વિરાટ કોહલીને તાજ પહેરાવવામાં આવશે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદીઓની વાત કરીએ તો સચિન તેંડુલકરના નામે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ છે. ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન ટેસ્ટમાં 51 સદી અને વનડેમાં 49 સદી ફટકારી હતી. કુલ મળીને તેના નામે 100 સદીનો વર્લ્ડ રેકોર્ડ છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી

1. સચિન તેંડુલકર (ભારત) – 100 સદી
2. વિરાટ કોહલી (ભારત) – 71 સદી / રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) – 71 સદી
3. કુમાર સંગાકારા (શ્રીલંકા) – 63 સદી
4. જેક કાલિસ (દક્ષિણ આફ્રિકા) – 62 સદી
5. હાશિમ અમલા (દક્ષિણ આફ્રિકા) – 55 સદી

Scroll to Top