દુનિયાના સૌથી મોટા વૈજ્ઞાનિકોના ગ્રુપએ આપી ચેતવણી – વાયરસ જે લેબમાંથી બહાર આવ્યો છે તેની થિયરી ગંભીરતાથી લેવી જોઈએ

કોરોના વાયરસ 2019માં ચીનમાંથી શરૂ થયો હતો ત્યારબાદ આ કોરોના વાયરસે ત્યાં ભારે કહેર મચાવ્યો હતો અને ત્યારબાદ આ કોરોના મહામારી જોત જોતામાં ખુબ જ ઝડપથી વિશ્વભરમાં તેનો કહેર મચાવવાનું શરૂ કરી દીધું હતું જે હજુ પણ દોઢ વર્ષથી પણ વધુ સમય થઇ ગયો છે તેમ છતાં આ વાયરસને જાણી શકાયો નથી અને આને કારણે વિશ્વભરમાં લાખો લોકો તેનો ભોગ બની ગયા છે. જે કોરોના વાયરસનો કહેર હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે.

આ કોરોના વાયરસે અમેરિકામાં તેની કહેર વર્ત્યો હતો જો કે હાલમાં અમેરિકા માસ્ક અને સોશ્યિલ ડિસ્ટર્ન્સિંગ થી મુકત થઇ ગયું છે. પરંતુ તે હવે ભારત દેશમાં તેનો કહેર દેખાડી રહ્યું છે જેના કારણે ભારતમાં રોજ હજારોની સંખ્યામાં લોકોના મોત થઇ રહ્યા છે.

ચીનના વુહાન શહેરથી દુનિયાભરમાં ફેલાયેલા કોરોનાએ અત્યારસુધીમાં 33 લાખથી વધુ લોકોના જીવ લીધા છે, જ્યારે કરોડો લોકો એની ઝપેટમાં આવી ચૂક્યા છે. ત્યારે આ વચ્ચે દુનિયાના સૌથી મોટા વૈજ્ઞાનિકોના ગ્રુપએ ચેતવણી આપી છે. કે આ વાયરસની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે, તેને એક વર્ષ કરતાં વધુ સમય થઇ ગયો હોવા છતાં એ એક રહસ્ય જ બની રહ્યું છે. ત્યારે આ કોરોના વાયરસની શરૂઆત કોઈ લેબમાંથી થઇ છે તો તેની થિયરીને ત્યાં સુધી ગંભીરતાથી લેવી જોઈએ, જ્યાં સુધી એ ખોટી સાબિત ન થાય.

આ ચેતવણી આપનાર વિશ્વના ટોપ વૈજ્ઞાનિકોની ટીમમાં કુલ 18 લોકો સામેલ છે, જેમણે આ કોરોના વાયરસ વિશેની મહત્ત્વપૂર્ણ માહિતી મેળવી છે. આ ટીમમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીના ક્લિનિકલ માઇક્રોબાયોલોજિસ્ટ રવીન્દ્ર ગુપ્તા, ફ્રેડ હચિંસન કેન્સર રિસર્ચ સેન્ટરમાં વાયરસના ઇવોલ્યુશનનો અભ્યાસ કરનાર જેસી બ્લૂમ પણ હાજર છે. તેમનું કહેવું છે કે આ કોરોના મહામારી ક્યાંથી અને કેવી રીતે થઇ છે, તેના અંતિમ નિર્ણય સુધી પહોંચવા માટે હજી વધારે તપાસની જરૂર છે.

WHO થી ઘણાં પરિબળો પર ધ્યાન આપવાનું રહી ગયું

સ્ટેનફોર્ડના માઇક્રોબાયોલોજીના પ્રોફેસર ડેવિડ રેલમેન સહિતના વૈજ્ઞાનિકોએ સાયન્સ જર્નલમાં જણાવ્યું હતું કે વાયરસનું કોઈ લેબ અને જિનેટિક સ્પીલઓવર બંનેમાંથી બહાર આવવાની થિયરીને નજર અંદાજ કરવામાં આવે તેમ નથી. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા વાયરસની ઉત્પત્તિ સંબંધિત તપાસમાં અમૂક વાતો પર યોગ્ય રીતે ધ્યાન આપવામાં આવ્યું નથી કે આ વાયરસ લેબમાંથી પણ બહાર આવી શકે છે. અને તે મોટી સમસ્યા પણ ઉભી કરી શકે છે. જો કે WHO ની ટીમે કહ્યું હતું કે શક્યતા છે કે આ વાયરસ ચામાચીડિયા માંથી કોઈ બીજા અન્ય પ્રાણી દ્વારા માણસોમાં ફેલાયો હોય. જોકે આ વાયરસ લેબમાંથી બહાર આવે એ થિયરીની કોઈ સંભાવના નથી. ત્યારે આ માટે WHO ની ટીમે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ચીનના વુહાન અને તેની આસપાસના વિસ્તારોમાં 4 અઠવાડિયાં સુધી ત્યાં તપાસ કરવામાં આવી હતી.

જો કે દુનિયાની ટોપ વૈજ્ઞાનિકોની ટીમે કહ્યું હતું કે આ અંગે અમને યોગ્ય પૂરતા ડેટા મળે નહીં ત્યાં સુધી અહીં પ્રાકૃતિક અને લેબ બંનેમાંથી બહાર આવવાની થિયરીને ગંભીરતાથી લેવી જોઈએ. જો કે આ વાતની ખબર હોય તો આ કોરોના વાયરસથી સર્જાયેલ મહામારીની શરૂઆતની જાણકારી બધાને ચીનના ડોકટરો, વૈજ્ઞાનિકો, પત્રકારો અને નાગરિકોએ જ આપી હતી. જેમણે આ વાયરસ વિશે મહત્ત્વપૂર્ણ જાણકારી દુનિયા સાથે બહાર પાડી હતી.

Scroll to Top