વિશ્વની સૌથી જુની કંપનીઓ, જે 1400 વર્ષથી આજે પણ કરી રહી છે કામ…

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

વિશ્વમાં આજે પણ ઘણી એવી કંપનીઓ છે, જેને 1000 વર્ષ પહેલાં શરૂ થઈ હતી અને તે આજે પણ ચાલી રહી છે. આજે અમે તમને આવી જ કેટલીક કંપનીઓ વિશે જણાવવાના છે.

કોંગો ગુમિ, જાપાન.

Loading...

જાપાનની એક પ્રખ્યાત કન્ટ્રશન કંપની, કોંગો ગુમિની સ્થાપના 578 એ.ડીમાં થઇ હતી.ત્યારબાદ 2006 સુધી આ કંપની એક જ પરિવારની 40 જનરેશનને ચલાવી છે. વર્ષ 2006 માં, જાપાનની જ બીજી એક કંપની દ્વારા ખરીદવામાં આવ્યું હતું. જાપાનના પ્રખ્યાત ઓસાકા કેસલ ઉપરાંત આ કંપનીએ ઘણી પ્રખ્યાત ઇમારતો બનાવી છે.

શોર પોર્ટર્સ સોસાયટી.

Loading...

કોલમ્બસ તે સમયે અમેરિકાની શોધખોળ કરી રહ્યો હતો. તે જ સમયે, સ્કોટલેન્ડમાં શોર પોર્ટોર્સ સોસાયટી નામની કંપની શરૂ થઈ. વર્ષ 1498 માં સ્થપાયેલ, આ પેકર્સ અને મુવર્સ કંપની હજી પણ તેના માલને વિશ્વભરમાં પહોંચાડવાનું કામ કરે છે. આજે, કંપનીઓ ફક્ત થોડા વર્ષોમાં પોતાનો લોગો અને નામ બદલ્યું છે,પણ આ કંપનીએ આવું કશું કર્યું નથી.

બેરેટા.

Loading...

આ કંપની 500 વર્ષથી એક જ પરિવાર ચલાવવામાં આવે છે. બંદુકો અને હથિયારોનું ઉત્પાદન કરવાવાળી ઇટલીની બેરેટા કંપનીની સ્થાપના 1526 માં થઈ હતી. આજે આ કંપનીનો ધંધો આખી દુનિયામાં ચાલે છે.

Loading...

વ્હાઇટચેપલ બેલ.

Loading...

આ કંપની વિશ્વની સૌથી જુની બેલ કંપની છે અને તેની સ્થાપના વર્ષ 1570 માં કરવામાં આવી હતી. ત્યારથી, આ કંપની ફક્ત આજદિન સુધી બેલ બનાવવાની કામગીરી સાથે સંકળાયેલી છે.

ઝીલ્ડીજાન સીબલ્સ

Loading...

આ કંપનીના સાધનોએ બીટલ્સ પણ ખરીદતા હતા. તુર્કીના ઝીલ્ડીજાન સીબલ્સ સેટ અને અન્ય સંગીતનાં સાધનો બનાવવામાં કામ કરે છે. તેની સ્થાપના વર્ષ 1623 માં કરવામાં આવી હતી. પ્રખ્યાત બેન્ડ બીટલ્સ પણ ઝિલ્ડીજાનના સાધનોનો ઉપયોગ કરતા. કંપનીનો દાવો છે કે સીબલ્સ બનાવવાની વિશ્વની સૌથી જુની કંપની હતી.

જેકીકન સેક, જાપાન

આ કંપનીની સ્થાપના વર્ષ 1637 માં કરવામાં આવી હતી. આ કંપનીનું મુખ્ય કામ ચોખાના દાણામાંથી બનાવેલું ડ્રિક સેક બનાવવાનું છે.

રોયલ ડેલ્ફ્ટ અર્થવેયર, નિધરલેન્ડ

નેધરલેન્ડ કંપનીની સ્થાપના 17 મી સદીમાં કરવામાં આવી હતી. માટીકામનું કામ કરનારી આ કંપનીની સ્થાપના વર્ષ 1653 માં થઈ હતી.

ટ્વીનિંગ્સ ટી, બ્રીટેન

ટ્વીનિંગ્સ ટીની વર્ષ 1706 ની કંપનીના રૂપમાં થઈ હતી અને આ કંપનીનો દાવો છે કે તે ત્યારથી આજ સુધી આખા બ્રિટનની સૌથી પ્રખ્યાત ચા બ્રાન્ડની કંપની છે અને સૌથી જુની પણ.

સોથેબી, બ્રિટન

સોથેબીની સ્થાપના વર્ષ 1744 માં થઈ હતી. બ્રિટનની આ કંપનીનું મુખ્ય કામ રેયલ આર્ટવર્ક ઓક્શન કરવાનું છે.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here