અમદાવાદઃઘણાં લાંબા સમયથી બીમાર ગુજરાતના પૂર્વમંત્રી વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61ની વયે નિધન થયું છે. જાણીતા ખેડૂત નેતા, સહકારી આગેવાન ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈનું આજે સવારે નિધન થયું છે. તેમના અંતિમ દર્શન 30 જુલાઈના રોજ સવારના 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી કન્યા છાત્રાલય જામકંડોરણા ખાતે રાખવામાં આવશે. જ્યારે સ્મશાન યાત્રા 30 જૂલાઈના રોજ એક વાગ્યે તેમના નિવાસ સ્થાને(જામકંડોરણા)થી નીકળશે. આ અંગે વિઠ્ઠલભાઈના પુત્ર અને કેબિનેટમંત્રી જયેશ રાદડિયાએ ટ્વિટ કર્યું હત
વિઠ્ઠલભાઈ રાદડીયા તેમના જીવનમાં હમેશા ખેડૂતોની પડખે રહેતા હતા જેમના પગલે હાલ તેમનો પુત્ર જયેશ પણ ચાલે છે
તેમના સમાજમાં પણ તેમને ઘણીબધી વાર મહત્વની ભૂમિકા ભજવી તેમના પુત્રનું અવસાન થયું ત્યારે તેમની પુત્રવધુનું તેમને કન્યાદાન કરીને સમાજમાં વિધવાઓ માટે આદર્શ બન્યા હતા
આ ઉપરાંત તેઓ કેટલીય સંસ્થાના સભ્ય હતા,કેન્દ્રમાં કોંગ્રેસ સરકારમાં તેમનું ખુબજ માન હતું અને મંત્રી બનાવવાના હતા પણ તે વખતે જ તેમને એક ટોલટેક્ષ ઉપર બંધુક કાઢી હતી જે વિવાદ થતા તેમને મંત્રી મંડળમાંથી પડતા મુકવામાં આવ્યા હતા જે બાદ તેમણે ભાજપ જોઈન કર્યું અને પોરબંદર સાંસદ તરીકે વધુ મતોથી ચૂંટાઈ આવ્યા
અને તેમના પુત્ર જયેશ રાદડિયા પણ પેટા ચૂંટણીમાં જીતીને ગુજરાત સરકારમાં મંત્રી બન્યા
આજે સૌરાષ્ટ્રએ પોતાનો માણસ ખોયો છે.સૌરાષ્ટ્ર વાસીઓને પડતી તમામ તકલીફોના તેઓ હૂંફ આપતા અને તેમની સાથે રહેતા હતા, જરૂર પડે તેઓ કડક સ્વભાવ કરીને પણ ગરીબોનું કામ કરાવતા જેથી તેઓ દબંગ નેતા પણ કહેવાતાં હતા
સૌરાષ્ટ્ર પાટીદાર સમૂદાય અને ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા વિઠ્ઠલ રાદડિયાનું નિધન થયું છે. લાંબી બીમારી બાદ તેમનું નિધન થયું છે. વિઠ્ઠલ રાદડિયાનું કદ સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતાઓમાં ગણવામાં આવતું હતું. 2014માં પોરબંદર બેઠક પરથી સંસદમાં પહોંચ્યા હતા. તેમના નિધનથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતની રાજનીતિમાં એક શોકનો માહોલ છવાયો છે. જામકંડોરણા ખાતે તેમના પાર્થિવ દેહને દર્શન માટે રાખવામાં આવશે.
61 વર્ષની વયે નિધન પામનારા વિઠ્ઠલ રાદડિયા રાજનીતિમાં પણ લાંબો સમય રહ્યા હતા. તેઓ 1990થી 2007 સુધી તેઓ સતત ધારાસભ્ય તરીકે ચૂંટાઈને વિધાનસભા પહોંચ્યા હતા. હાલ વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયા ગુજરાત સરકારમાં કેબિનેટ પ્રધાન છે.